संमुच्छिणा मणुस्सा अज्जवखंडेसु होंति णियमेण ।
ते पुण लद्धिअपुण्णा णारयदेवा वि ते दुविहा ।।१३३।।
सम्मूर्च्छनाः मनुष्याः आर्यखण्डेषु भवन्ति नियमेन ।
ते पुनः लब्धिअपूर्णाः नारकदेवाः अपि ते द्विविधाः ।।१३३।।
અર્થઃ — સમ્મૂર્ચ્છન મનુષ્ય નિયમથી આર્યખંડમાં જ હોય અને
તે લબ્ધ્યપર્યાપ્તક જ હોય છે. વળી નારકી તથા દેવના, પર્યાપ્ત અને
નિર્વૃત્ત્યપર્યાપ્તના ભેદથી, ચાર પ્રકાર છે. એ પ્રમાણે તિર્યંચના પંચાશી
ભેદ, મનુષ્યના નવ ભેદ, નારકી તથા દેવના ચાર ભેદ એમ બધાય
મળી અઠ્ઠાણું ભેદ થયા. ઘણાને સમાનતાથી ભેગા કરી — સંક્ષેપતાથી
સંગ્રહ કરી — કહેવામાં આવે તેને સમાસ કહે છે. અહીં ઘણા
જીવોનો સંક્ષેપ કરીને કહેવું તેને જીવસમાસ જાણવો. એ પ્રમાણે
જીવસમાસ કહ્યા.
હવે પર્યાપ્તિનું વર્ણન કરે છેઃ —
आहारसरीरिंदियणिस्सासुस्सासभासमणसाणं ।
परिणइवावारेसु य जाओ छ च्चेव सत्तीओ ।।१३४।।
आहारशरीरेन्द्रियनिःश्वासोच्छ्वासभाषामनसाम् ।
परिणतिव्यापारेषु च याः षडेव शक्तयः ।।१३४।।
અર્થઃ — આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને
મનના પરિણમનની પ્રવૃત્તિમાં જે સામર્થ્ય છે તેના છ પ્રકાર છે.
ભાવાર્થઃ — આત્માને યથાયોગ્ય કર્મનો ઉદય થતાં આહારાદિ
ગ્રહણની શક્તિ હોવી તેને શક્તિરૂપ પર્યાપ્તિ કહીએ છીએ. તેના છ
પ્રકાર છે.
હવે શક્તિનું કાર્ય કહે છેઃ —
तस्सेव कारणाणं पुग्गलखंधाण जा हु णिप्पत्ति ।
सा पज्जत्ती भण्णदि छब्भेया जिणवरिंदेहिं ।।१३५।।
લોકાનુપ્રેક્ષા ]
[ ૮૧