૮૨ ]
અર્થઃ — એ શક્તિની પ્રવૃત્તિની પૂર્ણતાના કારણરૂપ જે પુદ્ગલસ્કંધ છે તેની પ્રગટપણે નિષ્પત્તિ અર્થાત્ પૂર્ણતા હોવી તેને પર્યાપ્તિ કહે છે એમ જિનેન્દ્રદેવે કહ્યું છે.
હવે પર્યાપ્ત અને નિર્વૃત્ત્યપર્યાપ્તનો કાળ કહે છેઃ —
અર્થઃ — આ જીવ, પર્યાપ્તિને ગ્રહણ કરતો થકો જ્યાં સુધી મનપર્યાપ્તિને પૂર્ણ ન કરે ત્યાં સુધી તેને નિર્વૃત્ત્યપર્યાપ્ત કહે છે, અને જ્યારે મનપર્યાપ્તિ પૂર્ણ થાય છે ત્યારે તેને પર્યાપ્ત કહે છે.
ભાવાર્થઃ — અહીં સંજ્ઞીપંચેન્દ્રિય જીવની અપેક્ષા લક્ષમાં લઈ આ પ્રમાણે કથન કર્યું છે; પરંતુ અન્ય ગ્રંથોમાં જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે નિર્વૃત્ત્યપર્યાપ્ત છે. એ પ્રમાણે સર્વજીવ-આશ્રિત કથન છે.
બનાવે છે. જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ થતી નથી ત્યાં સુધી તેને નિર્વૃત્ત્યપર્યાપ્તક કહે છે.