હવે લબ્ધ્યપર્યાપ્તનું સ્વરૂપ કહે છેઃ —
उस्सासट्ठारसमे भागे जो मरदि ण य समाणेदि ।
एका वि य पज्जत्ती लद्धिअपुण्णो हवे सो दु१ ।।१३७।।
उच्छ्वासाष्टदशमे भागे यः भ्रियते न च समाप्नोति ।
एकां अपि च पर्याप्तिं लब्ध्पर्याप्तकः भवेत् स तु ।।१३७।।
અર્થઃ — જે જીવ શ્વાસના અઢારમા ભાગમાં મરણ પામે, એક
પણ પર્યાપ્તિ પૂર્ણ ન કરે તે જીવને લબ્ધ્યપર્યાપ્તક કહે છે.
ભાવાર્થઃ — પર્યાપ્તિકર્મનો ઉદય હોવાથી શક્તિની અપેક્ષાએ તો
પર્યાપ્ત છે. પરંતુ નિર્વૃત્તિ (શરીરપર્યાપ્તિ બનવી)ની અપેક્ષાએ પૂર્ણ નથી તેથી
તે નિર્વૃત્ત્યપર્યાપ્ત કહેવાય છે.
१ तिण्णसया छत्तीया छावट्ठिसहस्सगाणि मरणाणि ।
अंतोमुहुत्तकाले तावदिया चेव खुद्दभवा ।।
(ગો. જી. ગા. ૧૨૨)
षट्त्रिंशत्रिशताधिकषट्षष्ठिसहस्रकाणि मरणानि ।
अन्तर्मुहूर्त्तकाले तावन्तः च एव क्षुद्रभवाः ।।
અર્થઃ — લબ્ધ્યપર્યાપ્તક જીવને એક અંતર્મૂહૂર્તમાં ૬૬૩૩૬ ક્ષુદ્રજન્મ થાય
છે અને તેટલાં જ ક્ષુદ્રમરણ થાય છે. તે કેવી રીતે તે કહે છેઃ —
सीदी सट्ठी तालं वियले चउवीस होंति पंचक्खे ।
छावट्ठिं च सहस्सा सयं च बत्तीसमेयक्खे ।।
(ગો. જી. ગા. ૧૨૩)
अशीतिः षष्ठिः चत्वारिंशत् विकले चतुर्विंशतिः भवन्ति पंचाक्षे ।
षट्षष्ठिः च सहस्राणि शतं च द्वात्रिंशत् एकाक्षे ।।
અર્થઃ — એક અંતર્મુહૂર્તકાળમાં બે ઇન્દ્રિયલબ્ધ્યપર્યાપ્તના ૮૦, ત્રણ
ઇન્દ્રિયલબ્ધ્યપર્યાપ્તકના ૬૦, ચાર ઇન્દ્રિયલબ્ધ્યપર્યાપ્તના ૪૦ તથા
લોકાનુપ્રેક્ષા ]
[ ૮૩