૮૪ ]
અર્થઃ — એકેન્દ્રિયની ચાર, વિકલત્રયની પાંચ અને સંજ્ઞીપંચેન્દ્રિયની છ એ પ્રમાણે ક્રમથી પર્યાપ્તિ હોય છે, વળી લબ્ધ્યપર્યાપ્તક છે તે અપર્યાપ્તક છે, તેઓને પર્યાપ્તિ નથી.
ભાવાર્થઃ — એકેન્દ્રિયાદિકની ઉપર પ્રમાણે ક્રમથી પર્યાપ્તિ કહી. અહીં અસંજ્ઞીનું નામ પણ લીધું નથી. ત્યાં સંજ્ઞીને છ તથા અસંજ્ઞીને પાંચ પર્યાપ્તિ જાણવી. વળી નિર્વૃત્ત્યપર્યાપ્ત ગ્રહણ કરતાંની સાથે જ પૂર્ણ થશે તેથી (તેમની) જે સંખ્યા કહી છે તે જ છે અને લબ્ધ્યપર્યાપ્ત જોકે પંચેન્દ્રિયલબ્ધ્યપર્યાપ્તકના ૨૪ જન્મ-મરણ થાય છે અને એકેન્દ્રિયલબ્ધ્યપર્યાપ્તક જીવ એટલા જ સમયમાં ૬૬૧૩૨ જન્મ-મરણ કરે છે. એ પ્રમાણે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિયના સમસ્ત ભવોનો સરવાળો કરતાં ૬૬૩૩૬ ક્ષુદ્રભવ થાય છે.
ગણતાં આઠ ભેદ થયા તથા વનસ્પતિના બાદરસાધારણ, સૂક્ષ્મસાધારણ અને પ્રત્યેક એમ ત્રણ ભેદ છે. એમ એ અગિયાર પ્રકારના એકેન્દ્રિયજીવોમાં દરેક જીવને એક અંતર્મુહૂર્તમાં ૬૦૧૨ જન્મ-મરણ થાય છે. તેને ૧૧ ગુણતાં બધા એકેન્દ્રિય જીવોના ૬૬૧૩૨ ભવ થાય છે.