લોકાનુપ્રેક્ષા ]
ગ્રહણ કરી છે તો પણ પૂર્ણ થઈ શકી નહિ તેથી તેને અપૂર્ણ કહ્યા એમ સૂચવે છે. એ પ્રમાણે પર્યાપ્તિનું વર્ણન કર્યું.
હવે પ્રાણોનું વર્ણન કરે છે. ત્યાં પ્રાણોનું સ્વરૂપ અને સંખ્યા કહે છેઃ —
અર્થઃ — મન, વચન, કાય, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ અને આયુનો ઉદય એના સંયોગથી તો ઊપજે – જીવે તથા એના વિયોગથી મરે તેને પ્રાણ કહે છે, અને તે દશ છે.
ભાવાર્થઃ — ‘જીવ’ એવો પ્રાણધારણ અર્થ છે. ત્યાં વ્યવહારનયથી દશ પ્રાણ છે. તેમાં, યથાયોગ્ય પ્રાણસહિત જે જીવે તેને ‘જીવ’ સંજ્ઞા છે.
હવે એકેન્દ્રિયાદિ જીવોનાં પ્રાણની સંખ્યા કહે છેઃ —
અર્થઃ — એકેન્દ્રિયને ચાર પ્રાણ છે, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય તથા સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તજીવોને અનુક્રમે છ – સાત – આઠ – નવ – દશ પ્રાણ છે. આ પ્રાણ પર્યાપ્તની અપેક્ષાએ કહ્યા છે.
હવે એ જ જીવોને અપર્યાપ્તદશામાં કેટલા પ્રાણ છે તે કહે છેઃ —