૮૬ ]
અર્થઃ — બંને પ્રકારના અપર્યાપ્ત ( નિર્વૃત્ત્યપર્યાપ્ત તથા લબ્ધ્યપર્યાપ્તક) જે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય. ચાર ઇન્દ્રિય, — અસંજ્ઞી તથા સંજ્ઞીપંચેન્દ્રિયોને ત્રણ, ચાર, પાંચ, છ, સાત એ પ્રમાણે અનુક્રમે પ્રાણ હોય છે.
ભાવાર્થઃ — નિર્વૃત્ત્યપર્યાપ્ત તથા લબ્ધ્યપર્યાપ્ત એકેન્દ્રિયોને ત્રણ, બે ઇન્દ્રિયને ચાર, ત્રણ ઇન્દ્રિયને પાંચ, ચાર ઇન્દ્રિયને છ તથા અસંજ્ઞી – સંજ્ઞીપંચેન્દ્રિયને સાત એ પ્રમાણે પ્રાણ હોય છે.
હવે વિકલત્રયજીવોનું સ્થાન દર્શાવે છેઃ —
અર્થઃ — બેઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય એ ત્રણ વિકલત્રય કહેવાય છે. તે જીવો નિયમથી કર્મભૂમિમાં, અંતના અર્ધા દ્વીપમાં અને અંતના આખા સમુદ્રમાં હોય છે, ભોગભૂમિમાં હોતા નથી.
ભાવાર્થઃ — પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ એ કર્મભૂમિનાં ક્ષેત્રમાં તથા અંતના સ્વયંપ્રભદ્વીપની વચ્ચે સ્વયંપ્રભ પર્વત છે તે પર્વતની પાછળના અર્ધા સ્વયંપ્રભદ્વીપમાં તથા અંતના સ્વયંભૂરમણ નામના આખા સમુદ્રમાં આ વિકલત્રય જીવો છે, તેથી અન્ય જગ્યાએ નથી.