હવે અઢી દ્વીપની બહાર તિર્યંચો છે તેની વ્યવસ્થા હેમવત્પર્વત
માફક છે એમ કહે છેઃ —
माणुसखित्तस्स बहिं चरिमे दीवस्स अद्धयं जाव ।
सव्वत्थे वि तिरिच्छा हिमवदतिरिएहिं सारिच्छा ।।१४३।।
मनुष्यक्षेत्रस्य बहिः चरमे द्वीपस्य अर्द्धकं यावत् ।
सर्वत्र अपि तिर्यञ्चः हैमवततिर्यग्भिः सदृशाः ।।१४३।।
અર્થઃ — મનુષ્યક્ષેત્રની બહાર – માનુષોત્તર પર્વતની પેલી બાજુથી
અંતના સ્વયંપ્રભદ્વીપના અર્ધા ભાગની આ બાજુ સુધીના વચ્ચેના સર્વ
દ્વીપસમુદ્રનાં તિર્યંચો છે તે હૈમવત્ક્ષેત્રના તિર્યંચો જેવા છે.
ભાવાર્થઃ — હેમવત્ક્ષેત્રમાં જઘન્યભોગભૂમિ છે. માનુષોત્તર
પર્વતથી આગળના અસંખ્યાત દ્વીપ-સમુદ્ર તથા અર્ધા સ્વયંપ્રભ નામના
છેલ્લા દ્વીપ સુધી સર્વ ઠેકાણે જઘન્યભોગભૂમિ જેવી રચના છે અને
ત્યાંના તિર્યંચોનાં આયુષ્ય-કાય હેમવત્ક્ષેત્રના તિર્યંચો જેવાં છે.
હવે જલચરજીવોનાં સ્થાન કહે છે.
लवणोए कालोए अंतिमजलहिम्मि जलयरा संति ।
सेससमुद्देसु पुणो ण जलयरा संति णियमेण ।।१४४।।
लवणोदके कालोदके अन्तिमजलधौ जलचराः सन्ति ।
शेषसमुद्रेषु पुनः न जलचराः सन्ति नियमेन ।।१४४।।
અર્થઃ — લવણોદધિ સમુદ્રમાં, કાલોદધિ સમુદ્રમાં તથા અંતના
સ્વયંભૂરમણ સમુદ્રમાં જલચરજીવો છે, બાકીના વચ્ચેના સમુદ્રોમાં
નિયમથી જલચરજીવો નથી.
હવે દેવનાં સ્થાન કહે છે. ત્યાં પ્રથમ ભવનવાસી-વ્યંતરનાં સ્થાન
કહે છેઃ —
खरभायपंकभाए भावणदेवाण होंति भवणाणि ।
विंतरदेवाण तहा दुह्णं पि य तिरियलोए वि ।।१४५।।
લોકાનુપ્રેક્ષા ]
[ ૮૭