૮૮ ]
અર્થઃ — ખરભાગ અને પંકભાગમાં ભવનવાસીઓનાં ભવન તથા વ્યંતરદેવોનાં નિવાસ છે. વળી એ બંનેનાં તિર્યગ્લોકમાં પણ નિવાસ છે.
ભાવાર્થઃ — એક લાખ એંશી હજાર યોજન જાડી પહેલી રત્નપ્રભા પૃથ્વી છે; તેના ત્રણ ભાગમાં (પ્રથમના) સોળ હજાર યોજનપ્રમાણ ખરભાગમાં અસુરકુમાર સિવાય બાકીના નવ કુમારભવનવાસીઓનાં ભવન છે, તથા રાક્ષસકુલ વિના સાત કુલ વ્યંતરોનાં નિવાસ છે; તથા બીજા ચોરાશી હજાર યોજનપ્રમાણ પંકભાગમાં અસુરકુમાર ભવનવાસી તથા રાક્ષસકુલ વ્યંતરો વસે છે. વળી તિર્યગ્લોક અર્થાત્ મધ્યલોક અસંખ્યાત દ્વીપ-સમુદ્રપ્રમાણ છે; તેમાં પણ ભવનવાસીઓનાં ભવન અને વ્યંતરોનાં નિવાસ છે.
હવે જ્યોતિષી, કલ્પવાસી તથા નારકીઓનાં નિવાસ કહે છે —
અર્થઃ — એક રાજુ પ્રમાણ તિર્યગ્લોકમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્ર છે તેના ઉપર જ્યોતિષીદેવોનાં વિમાન બિરાજે છે; કલ્પવાસી ઊર્ધ્વલોકમાં છે તથા નારકી અધોલોકમાં છે.
હવે જીવોની સંખ્યા કહે છે. ત્યાં પ્રથમ તેજ-વાયુકાયના જીવોની સંખ્યા કહે છેઃ —