લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — અગ્નિકાય અને વાયુકાયના બાદરપર્યાપ્તિ સહિત જીવ છે તે યથાનુક્રમ ઘનઆવલીના અસંખ્યાતમા ભાગ તથા કંઈક ન્યૂન લોકપ્રદેશપ્રમાણ જાણવા.
ભાવાર્થઃ — અગ્નિકાયના જીવ ઘનઆવલીના અસંખ્યાતમા ભાગ તથા વાયુકાયના કંઈક કમ લોકપ્રદેશપ્રમાણ છે.
હવે પૃથ્વી આદિની સંખ્યા કહે છેઃ —
અર્થઃ — પૃથ્વીકાયિક, અપકાયિક, પ્રત્યેકવનસ્પતિકાયિક, સપ્રતિષ્ઠિત વા અપ્રતિષ્ઠિત અને ત્રસ એ બધા પર્યાપ્ત-અપર્યાપ્ત જીવો છે તે જુદા જુદા અસંખ્યાત જગત્શ્રેણિપ્રમાણ છે.
અર્થઃ — પ્રત્યેક વનસ્પતિકાય તથા બાદર લબ્ધ્યપર્યાપ્તક જીવ છે તે અસંખ્યાતલોકપ્રમાણ છે, એ જ પ્રમાણે સૂક્ષ્મ અપર્યાપ્તક પણ અસંખ્યાતલોકપ્રમાણ છે અને સૂક્ષ્મપર્યાપ્તક જીવ છે તે સંખ્યાતગુણા છે.