૯૦ ]
અર્થઃ — સિદ્ધજીવ અનંતા છે, સિદ્ધોથી અનંતગુણા નિગોદજીવ છે તથા સિદ્ધોથી અનંતમા ભાગે અભવ્યજીવો છે.
અર્થઃ — સમ્મૂર્ચ્છનમનુષ્ય, જગતશ્રેણિના અસંખ્યાતમા ભાગમાત્ર છે અને સર્વ ગર્ભજમનુષ્ય નિયમથી સંખ્યાતા જ છે.
હવે સાન્તર અને નિરન્તર (ના નિયમને) કહે છેઃ —
અર્થઃ — દેવ, નારકી, લબ્ધ્યપર્યાપ્તક તથા સમ્મૂર્છનમનુષ્ય એટલા તો સાન્તર એટલે અંતર સહિત છે, બાકીના સર્વ જીવો નિરંતર છે.
ભાવાર્થઃ — એક પર્યાયથી અન્ય પર્યાય પામે, વળી પાછા ફરીથી તે ને તે જ પર્યાય પામે, એટલામાં વચ્ચે જે અન્તર રહે તેને સાન્તર (અન્તર સહિત) કહેવામાં આવે છે. અહીં નાના જીવ અપેક્ષાએ અન્તર કહ્યું છે, અર્થાત્ દેવ, નારકી, મનુષ્ય અને લબ્ધ્યપર્યાપ્તકજીવોની ઉત્પત્તિ કોઈ કાળમાં ન થાય તેને પણ અંતર કહે છે. તથા અંતર ન પડે તેને નિરંતર કહે છે. ત્યાં વૈક્રિયકમિશ્રકાયયોગી દેવ – નારકીનું તો બાર મુહૂર્તનું અંતર કહ્યું છે, અર્થાત્ કોઈ ન ઊપજે તો બાર મુહૂર્ત સુધી જ ન ઊપજે. વળી સમ્મૂર્ચ્છનમનુષ્ય કોઈ ન જ થાય તો પલ્યના અસંખ્યાતમા