ભાગ કાળ સુધી જ ન થાય એ પ્રમાણે અન્ય ગ્રંથોમાં કહ્યું છે. બાકીના
સર્વ જીવ નિરંતર ઊપજે છે.
હવે જીવોની સંખ્યા દ્વારા અલ્પ-બહુત્વ કહે છેઃ —
मणुयादो णेरइया णेरइयादो असंखगुणगुणिया ।
सव्वे हवंति देवा पत्तेयवणप्फ दी तत्तो ।।१५३।।
मनुजात् नैरयिकाः नैरयिकात् असंख्यातगुणगुणिताः ।
सर्वे भवन्ति देवाः प्रत्येकवनस्पतयः ततः ।।१५३।।
અર્થઃ — મનુષ્યોથી નારકી અસંખ્યાતગુણા છે, નારકીઓથી બધા
દેવ અસંખ્યાતગુણા છે અને દેવોથી પ્રત્યેકવનસ્પતિજીવ અસંખ્યાતગુણા
છે.
पंचक्खा चउरक्खा लद्धियपुण्णा तहेव तेयक्खा ।
वेयक्खा वि य कमसो विसेससहिदा हु सव्वसंखाए ।।१५४।।
पञ्चाक्षाः चतुरक्षाः लब्ध्यपर्याप्ताः तथैव त्र्यक्षाः ।
द्वयक्षाः अपि च क्रमशः विशेषसहिताः स्फु टं सर्वसंख्यया ।।१५४।।
અર્થઃ — પંચેન્દ્રિયથી ચતુરિન્દ્રિય, ચતુરિન્દ્રિયથી ત્રીન્દ્રિય અને
ત્રીન્દ્રિયથી બેઇન્દ્રિય — એ લબ્ધ્યપર્યાપ્તકજીવ સંસંખ્યા દ્વારા અનુક્રમે
વિશેષ અધિક છે. કંઈક અધિકને વિશેષાધિક કહે છે.
चउरक्खा पंचक्खा वेयक्खा तह य जाण तेयक्खा ।
एदे पज्जत्तिजुदा अहिया अहिया कमेणेव ।।१५५।।
चतुरक्षाः पंञ्चाक्षाः द्वयक्षाः तथा च जानीहि त्र्यक्षाः ।
एते पर्याप्तियुताः अधिकाः अधिकाः क्रमेण एव ।।१५५।।
અર્થઃ — ચતુન્દ્રિય, પંચેન્દ્રિય, બે ઇન્દ્રિય તેવી જ રીતે ત્રણ
ઇન્દ્રિય — એ પર્યાપ્તિ સહિત જીવો અનુક્રમથી અધિક અધિક છે એમ
જાણો.
લોકાનુપ્રેક્ષા ]
[ ૯૧