परिवज्जिय सुहुमाणं सेसतिरिक्खाण पुण्णदेहाणं ।
इक्को भागो होदि हु संखातीदा अपुण्णाणं ।।१५६।।
परिवर्जयित्वा सूक्ष्माणां शेषतिरश्चां पूर्णदेहानाम् ।
एकः भागः भवति स्फु टं संख्यातीताः अपूर्णानाम् ।।१५६।।
અર્થઃ — સૂક્ષ્મ જીવોને છોડી બાકીના જે તિર્યંચો છે તેમનો એક
ભાગ તો પર્યાપ્ત છે તથા બહુભાગ અસંખ્યાત અપર્યાપ્ત છે.
ભાવાર્થઃ — બાદર જીવોમાં પર્યાપ્ત થોડા છે અને અપર્યાપ્ત
ઘણા છે.
सुहुमापज्जत्ताणं एगो भागो हवेइ णियमेण ।
संखिज्जा खलु भागा तेसिं पज्जत्तिदेहाणं ।।१५७।।
सूक्ष्मलब्ध्यपर्याप्तानां एकः भागः भवति नियमेन ।
संख्याताः खलु भागाः तेषां पर्याप्तदेहानाम् ।।१५७।।
અર્થઃ — સૂક્ષ્મ-પર્યાપ્ત જીવો સંખ્યાતભાગ છે. તેમાં અપર્યાપ્તક-
જીવો એક ભાગ પ્રમાણ છે.
ભાવાર્થઃ — સૂક્ષ્મ જીવોમાં પર્યાપ્ત ઘણા છે અને અપર્યાપ્ત થોડા છે.
संखिज्जगुणा देवा अंतिमपडलादु आणदं जाव ।
तत्तो असंखगुणिदा सोहम्मं जाव पडिपडलं ।।१५८।।
संख्यातगुणाः देवाः अन्तिमपटलात् आनतं यावत् ।
ततः असंख्यातगुणाः सौधर्मं यावत् प्रतिपटलम् ।।१५८।।
અર્થઃ — અનુત્તરવિમાન નામના અંતિમ પટલથી માંડીને નીચેના
આનતસ્વર્ગના પટલ સુધીમાં દેવ છે તે સંખ્યાતગુણા છે અને તે પછીના
નીચે સૌધર્મસ્વર્ગ સુધીમાં પટલ પટલ પ્રતિ અસંખ્યાતગુણા છે.
सत्तमणारयहिंतो असंखगुणिदा हवंति णेरइया ।
जाव य पढमं णरयं बहुदुक्खा होंति हेट्ठिट्ठा ।।१५९।।
૯૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા