सप्तमनारकेभ्यः असंख्यगुणिताः भवन्ति नैरयिकाः ।
यावच्च प्रथमं नरकं बहुदुःखा भवन्ति अधोऽधः ।।१५९।।
અર્થઃ — સાતમા નરકથી ઉપર ઉપર પહેલા નરક સુધી જીવ
અસંખ્યાત અસંખ્યાતગુણા છે અને પ્રથમ નરકથી માંડી નીચે નીચેના
નરકમાં ઘણું દુઃખ છે.
कप्पसुरा भावणया विंतरदेवा तहेव जोइसिया ।
बे होंति असंखगुणा संखगुणा होंति जोइसिया ।।१६०।।
कल्पसुराः भावनकाः व्यन्तरदेवाः तथैव ज्योतिष्काः ।
द्वौ भवतः असंख्यगुणौ संख्यातगुणाः भवन्ति ज्योतिष्काः ।।१६०।।
અર્થઃ — કલ્પવાસી દેવોથી ભવનવાસી દેવ અને વ્યંતર દેવ એ
બંને રાશિ તો અસંખ્યાતગુણા છે તથા જ્યોતિષી દેવ વ્યંતર દેવોથી
સંખ્યાતગુણા છે.
હવે એકેન્દ્રિયાદિ જીવોનાં ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ ગાથામાં કહે
છેઃ —
पत्तेयाणं आऊ वाससहस्साणि दह हवे परमं ।
अंतोमुहुत्तमाऊ साहारणसव्वसुहुमाणं ।।१६१।।
प्रत्येकानां आयुः वर्षसहस्राणि दश भवेत् परमम् ।
अन्तर्मुहूर्त्तं आयुः साधारणसर्वसूक्ष्माणाम् ।।१६१।।
અર્થઃ — પ્રત્યેક વનસ્પતિનું ઉત્કૃષ્ટ આયુ દસ હજાર વર્ષનું છે
તથા સાધારણ સૂક્ષ્મ-બાદર, નિત્ય-ઇતરનિગોદ અને બધાય સૂક્ષ્મ પૃથ્વી
-અપ-તેજ-વાયુકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ અંતર્મુહૂર્તનું છે.
હવે બાદર જીવોનું ઉત્કૃષ્ટ આયુ કહે છેઃ —
बावीससत्तसहसा पुढवीतोयाण आउसं होदि ।
अग्गीणं तिण्णि दिणा तिण्णि सहस्साणि वाऊणं ।।१६२।।
લોકાનુપ્રેક્ષા ]
[ ૯૩