૯૪ ]
અર્થઃ — પૃથ્વીકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ બાવીસ હજાર વર્ષનું છે, અપ્કાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ સાત હજાર વર્ષનું છે, અગ્નિકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ ત્રણ દિવસનું છે તથા વાયુકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ ત્રણ હજાર વર્ષનું છે.
હવે બે ઇન્દ્રિય આદિનું ઉત્કૃષ્ટ આયુ કહે છેઃ —
અર્થઃ — બે ઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ બાર વર્ષનું છે, ત્રણ ઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ ઓગણપચાસ (૪૯) દિવસનું છે, ચાર ઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ છ મહિનાનું છે તથા પંચેન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ ભોગભૂમિની અપેક્ષાએ ત્રણ પલ્યનું છે.
હવે બધાંય તિર્યંચ અને મનુષ્યોનું જઘન્ય આયુ કહે છેઃ —
અર્થઃ — લબ્ધ્યપર્યાપ્તક સર્વ જીવોનું જઘન્ય આયુ મધ્યમ હીનમુહૂર્ત છે અને તે ક્ષુદ્રભવમાત્ર જાણવું અર્થાત્ એક ઉચ્છ્વાસના અઢારમાં ભાગમાત્ર છે વળી એકેન્દ્રિયાદિથી માંડીને કર્મભૂમિનાં તિર્યંચ- મનુષ્ય એ બધાય પર્યાપ્ત જીવોનું જઘન્ય આયુ પણ મધ્યમ હીનમુહૂર્ત છે અને તે પહેલાનાથી મોટું મધ્યમ અંતર્મુહૂર્ત છે.