લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — દેવોનું તથા નારકી જીવોનું ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરનું છે તથા તેમનું જઘન્ય આયુ દસ હજાર વર્ષનું છે.
ભાવાર્થઃ — આ (આયુ) સામાન્ય દેવોની અપેક્ષાએ કહ્યું છે. વિશેષ ત્રિલોકસાર આદિ ગ્રંથોમાંથી જાણવું.
હવે એકેન્દ્રિય આદિ જીવોનાં શરીરની ઉત્કૃષ્ટ-જઘન્ય અવગાહના દસ ગાથામાં કહે છેઃ —
અર્થઃ — એકેન્દ્રિયચતુષ્ક અર્થાત્ પૃથ્વી-અપ-તેજ-વાયુકાયના જીવોની અવગાહના જઘન્ય તથા ઉત્કૃષ્ટ ઘનઅંગુલના અસંખ્યાતમા ભાગ છે, ત્યાં સૂક્ષ્મ અને બાદર પર્યાપ્ત-અપર્યાપ્તનું શરીર નાનું-મોટું છે તો પણ ઘનઅંગુલના અસંખ્યાતમાં ભાગ જ સામાન્યપણે કહ્યું છે. વિશેષ શ્રી ગોમ્મટસારમાંથી જાણવું. વળી અંગુલનું (માપ) ઉત્સેધ અંગુલ-આઠ યવપ્રમાણ લેવું પણ પ્રમાણઅંગુલ ન લેવું. પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્કૃષ્ટ અવગાહનાયુક્ત કમળ છે. તેની અવગાહના કંઈક અધિક એક હજાર યોજન છે.