૯૬ ]
અર્થઃ — બે ઇન્દ્રિયમાં શંખ મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના બાર યોજન લાંબી છે; ત્રણ ઇન્દ્રિયમાં ગોભિકા અથાત્ કાનખજૂરો મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ કોશ લાંબી છે; ચાર ઇન્દ્રિયમાં ભ્રમર મોટો છે. તેની ઉત્કૃષ્ટ અવગાહના એક યોજન લાંબી છે; તથા પંચેન્દ્રિયમાં સંમૂર્ચ્છન મચ્છ મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન લાંબી છે. આ જીવો છેલ્લા સ્વયંભૂરમણ દ્વીપ તથા સમુદ્રમાં જાણવા.
હવે નારકીના ઉત્કૃષ્ટ અવગાહના કહે છેઃ —
અર્થઃ — સાતમા નરકમાં નારકીજીવનો દેહ પાંચસો ધનુષ ઊંચો છે; તેના ઉપર દેહની ઊંચાઈ અડધી અડધી છે અર્થાત્ છઠ્ઠામાં બસો પચાસ ધનુષ, પાંચમામાં એકસો પચ્ચીસ ધનુષ, ચોથામાં સાડાબાસઠ ધનુષ, ત્રીજામાં સવાએકત્રીસ ધનુષ, બીજામાં પંદર ધનુષ દશા આની, અને પહેલામાં સાત ધનુષ તેર આની — એ પ્રમાણે જાણવું. તેમાં ઓગણપચાસ પટલ છે અને તે બધાંમાં જુદી જુદી વિશેષ અવગાહના શ્રી ત્રિલોકસારમાંથી જાણવી.
હવે દેવોની અવગાહના કહે છેઃ —