Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 321

 

background image
નિશ્ચયે શરણ કોણ છે? જન્મ, જરા, મરણ, રોગ અને ભય ઇત્યાદિથી આત્માનું
રક્ષણ કરવાવાળો સર્વ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી ભિન્ન ત્રિકાળ શુદ્ધ નિજ જ્ઞાયક
આત્મા જ શરણ છે. આત્મા સ્વયં પંચપરમેષ્ઠીરૂપ પરિણમન કરે છે તેથી
આત્મા જ આત્માનું શરણ છે.
સંસાર-અનુપ્રેક્ષાઃજિનેન્દ્રદેવપ્રણીત અધ્યાત્મમાર્ગની અંતરમાં સમ્યક્
પ્રતીતિ તેમ જ પરિણતિ વિના જીવ અનાદિકાળથી જન્મ, જરા, મરણ, રોગ
અને ભયથી પ્રચુર એવા પંચ પરવર્તનરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. કર્મોના
નિમિત્તે આ જીવ સંસારરૂપી ભયાનક વનમાં ભ્રમણ કરે છે; પરંતુ નિશ્ચયનયે
જીવ સદા કર્મોથી રહિત છે તેથી તેને સંસાર જ નથી. સંસારથી અતિક્રાન્ત
નિજ નિત્ય શુદ્ધ આત્મા ઉપાદેય છે અને સંસારદુઃખોથી આક્રાંત ક્ષણિક દશા
હેય છે
એવું ચિંતવન કરવું તે સંસાર-અનુપ્રેક્ષા છે.
એકત્વ-અનુપ્રેક્ષાઃજીવ એકલો જ કર્મ કરે છે, એકલો જ દીર્ઘ
સંસારમાં ભટકે છે, એકલો જ જન્મે-મરે છે અને એકલો જ ઉપાર્જિત કર્મોનાં
ફળ ભોગવે છે. જીવ એકલો જ પુણ્ય-પાપ કરે છે અને એકલો જ તેના
ફળમાં ઊંચ-નીચ ગતિ ભોગવે છે. નિશ્ચયનયે એકત્વનું અનુપ્રેક્ષણ કરનાર એમ
ભાવે છે કે
હું ત્રણે કાળે એકલો જ છું, મમત્વથી રહિત છું, શુદ્ધ છું તથા
સહજ જ્ઞાન-દર્શન સ્વભાવથી પરિપૂર્ણ છું. આ શુદ્ધ એકત્વભાવ જ સદા
ઉપાદેય છે. આત્માર્થી જીવે સદા આ પ્રમાણે એકત્વની વિચારણા
ભાવના
કર્તવ્ય છે.
અન્યત્વ-અનુપ્રેક્ષાઃમાતા-પિતા, ભાઈ, પુત્ર તથા સ્ત્રી વગેરે
કુટુંબીઓનો આ જીવ સાથે પરમાર્થે કોઈ સંબંધ નથી, બધાં પોતાના સ્વાર્થ
વશ સાથે રહે છે. ઇષ્ટ જનનો વિયોગ થતાં આ જીવ શોક કરે છે પરંતુ
આશ્ચર્ય છે કે પોતે સંસારરૂપી મહાસાગરમાં ગળકાં ખાઈ રહ્યો છે તેનો તો
શોક કરતો નથી! નિશ્ચયનયે અન્યત્વભાવનાનો ચિંતક એમ ચિંતવે છે કે આ
જે શરીરાદિ બાહ્ય દ્રવ્યો છે તે બધાં મારાથી અન્ય છે. મારો તો, મારી સાથે
ત્રિકાળ-અન્યભૂત સહજશુદ્ધ જ્ઞાનદર્શનમય નિજ આત્મા જ છે.
અશુચિત્વ-અનુપ્રેક્ષાઃઅશુચિમય એવું આ શરીર હાડકાંઓનું બનેલું,
માંસથી લપેટાયેલું, ચામડાથી આચ્છાદિત કીટસમૂહથી ભરપૂર અને સદા
[ ૯ ]