Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 321

 

background image
મલિન છે. વળી તે દુર્ગન્ધથી યુક્ત, ઘૃણિત, ગંદા મળથી ભરેલું, અચેતન,
મૂર્તિક, સડણ-ગળણ સ્વભાવવાળું છે, નશ્વર છે. નિશ્ચયનયે આ આત્મા
અશુચિમય શરીરથી ભિન્ન, કર્મનોકર્મથી રહિત, અનંત સુખનો ભંડાર
પરમશુચિમય તથા શ્રેષ્ઠ છે. આ રીતે સાધક જીવે અશુચિત્વભાવના નિરંતર
ભાવવી જોઈએ.
આસ્રવ-અનુપ્રેક્ષાઃમિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ
આસ્રવો છે ને કર્મબંધનું કારણ છે. પ્રત્યેક ભેદ-પ્રભેદ તથા સ્વરૂપ જિનાગમમાં
કહેલ છે. ભાવ તેમ જ દ્રવ્ય કર્માસ્રવને કારણે જ જીવ સંસાર-અટવીમાં
પરિભ્રમણ કરે છે. શુભાશુભ આસ્રવને લીધે જીવ સંસારસાગરમાં ડૂબી જાય
છે, માટે આસ્રવરૂપ ક્રિયા મોક્ષનું કારણ નથી; જે શુભાસ્રવરૂપ ક્રિયા જ્ઞાનીને
હેયબુદ્ધિએ હોય છે તે પરંપરાએ મોક્ષનું કારણ વ્યવહારે કહેવાય છે.
અશુભાસ્રવરૂપ ક્રિયા તો મોક્ષનું કારણ છે જ નહિ, પરંતુ શુભાસ્રવરૂપ ક્રિયા
પણ મોક્ષનું કારણ નથી. આસ્રવરૂપ ક્રિયા દ્વારા નિર્વાણ થતું નથી. આસ્રવ
સંસારગમનનું જ કારણ છે, માટે નિંદનીય છે. નિશ્ચયનયે જીવને કોઈ પણ
આસ્રવ નથી. તેથી આત્માને સદૈવ શુભાશુભ બંને પ્રકારના આસ્રવોથી રહિત
ભાવવો જોઈએ.
સંવર-અનુપ્રેક્ષાઃચલ, મલિન અને અગાઢ દોષ ટળતાં નિર્મળ
સમ્યક્ત્વરૂપી દ્રઢ કમાડ દ્વારા મિથ્યાત્વરૂપી આસ્રવ બંધ થઈ જાય છે;
પંચમહાવ્રતયુક્ત શુદ્ધ પરિણતિથી અવિરતિરૂપ આસ્રવનો નિયમથી નિરોધ થાય
છે; અકષાયરૂપ શુદ્ધ પરિણતિથી કષાયરૂપ આસ્રવોનો અભાવ થાય છે અને
અંતરંગ શુદ્ધિ સહિત શુભયોગની પ્રવૃત્તિ અશુભયોગનો સંવર કરે છે તથા
શુદ્ધોપયોગ દ્વારા શુભયોગનો નિરોધ થઈ જાય છે; શુદ્ધોપયોગથી જીવને
ધર્મધ્યાન અને શુક્લધ્યાન થાય છે, તેથી ધ્યાન સંવરનું કારણ છે.
એમ
નિરંતર સંવરના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. પરમ નિશ્ચયનયે જીવને સંવર
નથી, કેમ કે તે તો દ્રવ્યસ્વભાવે સદા શુદ્ધ છે. તેથી દ્રવ્યદ્રષ્ટિએ આત્માને સદા
સંવરભાવથી રહિત સદા પરિપૂર્ણ શુદ્ધ વિચારવો જોઈએ.
નિર્જરા-અનુપ્રેક્ષાઃપૂર્વે બાંધેલાં કર્મોનું એકદેશ ખરી જવું તે નિર્જરા
છે. જે કારણો સંવરનાં છે તે જ નિર્જરાનાં છે. નિર્જરાના બે ભેદ છેઃ (૧)
સવિપાક અને (૨) અવિપાક. સવિપાક નિર્જરા, અર્થાત્ ઉદયકાળ આવતાં
[ ૧૦ ]