સ્વયં પાકીને કર્મો ખરી જાય તે, ચારેય ગતિઓના જીવોને હોય છે; અને
અવિપાક નિર્જરા અંદર શુદ્ધ પરિણતિયુક્ત જ્ઞાનીને વિશેષતઃ વ્રતી જીવોને તપ
દ્વારા, થાય છે. પરમાર્થનયે ત્રિકાળશુદ્ધ જીવને નિર્જરા પણ નથી, તેથી
દ્રવ્યદ્રષ્ટિએ આત્માને સદા નિર્જરાભાવથી રહિત એકરૂપ પૂર્ણ શુદ્ધ ચિંતવવો
જોઈએ.
લોક-અનુપ્રેક્ષાઃજીવાદિ પદાર્થોનો સમૂહ તે લોક છે. લોકના ત્રણ
વિભાગ છે. અધોલોક, મધ્યલોક અને ઊર્ધ્વલોક. નીચે સાત નરક, મધ્યમાં
અસંખ્યાત દ્વીપ-સમુદ્ર અને ઉપર ત્રેસઠ ભેદ સહિત સ્વર્ગ છે. અને સૌથી
ઉપર મોક્ષ છે. અશુભોપયોગથી નરક અને તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે,
શુભોપયોગથી દેવ અને મનુષ્ય ગતિનાં સુખ મળે છે અને શુદ્ધોપયોગથી જીવને
મોક્ષ પ્રાપ્ત થાય છે.
‘તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ;
ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.’
— આ રીતે લોકના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ.
બોધિદુર્લભ-અનુપ્રેક્ષાઃસમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્રની
એકતારૂપ શુદ્ધ પરિણતિ ‘બોધિ’ છે; તેની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. તેની
દુર્લભતાનો વારંવાર વિચાર કરવો તે બોધિદુર્લભ-અનુપ્રેક્ષા છે. કર્મોદયજન્ય
પર્યાયો તેમ જ ક્ષાયોપશમિક જ્ઞાન હેય છે અને કર્મનિરપેક્ષ ત્રિકાળશુદ્ધ નિજ
આત્મદ્રવ્ય ઉપાદેય છે – એવો અંતરમાં દ્રઢ નિર્ણય તે સમ્યગ્જ્ઞાન છે.
જ્ઞાયકસ્વભાવી નિજ આત્મદ્રવ્ય ‘સ્વ’ છે અને બાકી બધું – દ્રવ્યકર્મ, ભાવકર્મ
ને નોકર્મ – ‘પર’ છે. આ રીતે સ્વ-પરના ને સ્વભાવ-વિભાવના સ્વરૂપનું ચિંતવન
કરવાથી હેય-ઉપાદેયનું જ્ઞાન થાય છે, અર્થાત્ સમસ્ત પરદ્રવ્ય ને પરભાવ હેય
છે અને સ્વદ્રવ્ય ઉપાદેય છે. નિશ્ચયનયે હેય-ઉપાદેયના વિકલ્પ પણ આત્માનું
સ્વરૂપ નથી. મુનિરાજ ભવનો અંત લાવવા માટે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક
‘બોધિ’નું વારંવાર અનુપ્રેક્ષણ કરે છે.
ધર્મ-અનુપ્રેક્ષાઃમોહ અને ક્ષોભ રહિત આત્માની નિર્મળ પરિણતિ
‘ધર્મ’ છે. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. સ્વાનુભૂતિયુક્ત નિજ શુદ્ધાત્મદર્શન વિના
શ્રાવકધર્મ કે મુનિધર્મ – કોઈ ધર્મ સંભવી શકતો નથી. શ્રાવકધર્મના દર્શનપ્રતિમા
[ ૧૧ ]