Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 321

 

background image
આદિ અગિયાર ભેદ છે અને મુનિધર્મના ઉત્તમ ક્ષમા આદિ દસ ભેદ છે.
શ્રાવકધર્મ મોક્ષનું પરંપરાએ કારણ છે અને મુનિધર્મ સાક્ષાત્ કારણ છે. માટે
શુદ્ધપરિણતિમાં શ્રાવકધર્મથી આગળ વધી જે મુનિધર્મમાં પ્રવૃત્ત થાય તે
અત્યાસન્નભવ્યજીવ શીઘ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે. સમ્યગ્દ્રષ્ટિ શ્રાવક કે મુનિનો જે
વ્રતાદિ શુભપ્રવૃત્તિરૂપ આચારધર્મ છે તે પરમાર્થે ‘ધર્મ’ નથી. પરંતુ નીચલી
દશામાં નિર્મળ પરિણતિ સાથે તે હઠ વિના સહજ વર્તતો હોવાથી તેને
ઉપચારથી ‘ધર્મ’ કહેવામાં આવે છે. માટે શુભાસ્રવરૂપ વ્રતાદિમય શ્રાવકધર્મ
કે મુનિધર્મ
બંને ધર્મોમાં મધ્યસ્થ ભાવના પારખીને નિરંતર શુદ્ધ આત્માનું
ચિંતન કરવું.
અહો! પરમ વૈરાગ્યની જનની એવી આ બાર અનુપ્રેક્ષાઓનો મહિમા
શું કથી શકાય! આ બાર અનુપ્રેક્ષાઓ જ ખરેખર પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ,
આલોચના અને સમાધિ વગેરે છે. માટે આ અનુપ્રેક્ષાઓનું નિરંતર ચિંતન કરવું
જોઈએ. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે નિશ્ચય અને વ્યવહારથી
કથવામાં આવેલી આ અનુપ્રેક્ષાઓનું જે શુદ્ધ મનથી ચિંતવન કરે છે તે પરમ
નિર્વાણને પામે છે.
પ્રાકૃતભાષામાં નિબદ્ધ ૪૯૧ ગાથા દ્વારા ‘સ્વામી કુમાર’ મુનિરાજે આ
કાર્તિકેયાનુપ્રેક્ષામાં અનિત્યાદિ બાર ભાવનાઓની સાથે સાથે, તેમની સાથે
બંધબેસતા અનેક વિષયોનું ઘણી જ સુંદર અને સુગમ રીતે નિરૂપણ કર્યું છે.
તે તે વિષયનું નિરૂપણ કરનારી ગાથાઓની ભાષા એટલી સરળ, સ્પષ્ટ, મધુર
અને તલસ્પર્શી છે કે એકાગ્રચિત્તે અધ્યયન કરનારને તેમાં ભરેલા, જ્ઞાન-
વૈરાગ્યને સીંચનારા, ભાવોથી હૃદય આહ્લાદિત થઈ જાય છે. અધ્રુવ આદિ
પ્રત્યેક અનુપ્રેક્ષાનું તે તે પ્રકારની શુદ્ધિએ પરિણત આત્મદ્રવ્યનું વૈરાગ્યપ્રેરક તેમ
જ ઉપશાન્તરસયુક્ત હૃદયગ્રાહી ચિત્રણ આપીને તે તે અનુપ્રેક્ષાની પ્રાયઃ અંતિમ
એક
બે ગાથામાં તે તે પ્રકારની શુદ્ધિએ પરિણત આત્મદ્રવ્યનું આલંબન દેતાં
એવું મીઠું અને કરુણારસભીનું સંબોધન કર્યું છે કે જેનાથી ભવ્ય જીવોને
રોમાંચ ખડા થઈ જાય. હે ભવ્યજીવ! તું સમસ્ત વિષયોને ક્ષણભંગુર સાંભળી
તેમ જ મહામોહ છોડી, તારા અંતઃકરણને નિર્વિષય
વિષય રહિતકર, જેથી
તું ઉત્તમ સુખને પ્રાપ્ત થઈશ....હે ભવ્ય! તું પરમશ્રદ્ધાપૂર્વક
દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ આત્માના શરણનું સેવન કર! આ સંસારમાં પરિભ્રમણ
[ ૧૨ ]