Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 321

 

background image
કરતા જીવોને નિજ આત્મા સિવાય અન્ય કોઈ શરણ નથી.....હે ભવ્યાત્મા!
સર્વપ્રકારે ઉદ્યમ કરી મોહ છોડી તું એ આત્મસ્વભાવનું ચિંતવન કર કે જેથી
સંસારપરિભ્રમણનો સર્વથા નાશ થાય......હે ભવ્યાત્મા! તું ઉદ્યમ કરીને જીવને
શરીરથી સર્વ પ્રકારે ભિન્ન જાણ! તેને જાણતાં બાકીનાં સર્વ પરદ્રવ્યો તત્ક્ષણ
છોડવા યોગ્ય ભાસશે...ઇત્યાદિ.
કાર્તિકેયાનુપ્રેક્ષા ‘દ્વાદશ અનુપ્રેક્ષા’ વિષયનો સંભવતઃ સૌથી મોટો ગ્રંથ
છે તેમાં ગ્રંથકારે ‘લોક-અનુપ્રેક્ષા’ (ગાથા ૧૧૫ થી ૨૮૩) અને ધર્મ-અનુપ્રેક્ષા’
(ગાથા ૩૦૨ થી ૪૩૫) નો ઘણી ગાથાઓમાં વિસ્તાર કરીને દ્રવ્યાનુયોગના
તેમ જ ધર્મ-આરાધનાના અનેક વિષયો આવરી લીધા છે. ધર્માનુપ્રેક્ષાના વર્ણન
પછી તેની ચૂલિકારૂપે અનશન આદિ બાર તપોનું પણ એકાવન ગાથાઓમાં
(ગાથા ૪૩૮ થી ૪૮૮) ઘણું સુંદર વર્ણન કર્યું છે.
‘લોકભાવના’માં આવેલી, દ્રવ્યાનુયોગના સિદ્ધાન્તોનું નિરૂપણ કરનારી
(ગાથા ૧૭૬ થી ૨૮૦) ગાથાઓમાંથી નિમ્ન ગાથાઓ વિશેષ અનુપ્રેક્ષણીય
છેઃ ૧૭૮, ૧૭૯, ૧૮૦, ૧૯૧, ૨૦૦, ૨૦૧, ૨૦૨, ૨૦૪, ૨૦૫;
વસ્તુમાં કારણકાર્યની વ્યવસ્થાનું નિરૂપણ કરનારી ગાથાઓઃ ૨૨૨ થી ૨૨૩;
ગાથા ૨૩૭ થી ૨૪૬માં દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપવર્ણન વિષે ગાથા ૨૪૩માં
કહ્યું છે કે
જો ‘દ્રવ્યમાં પર્યાયો છે તે પણ વિદ્યમાન છે અને તિરોહિત એટલે
ઢંકાયેલા છે’ એમ માનીએ તો ઉત્પત્તિ કહેવી જ વિફલ (વ્યર્થ) છે. ગાથા
૨૪૬માં કહ્યું છેઃ દ્રવ્ય અને પર્યાયમાં (સર્વથા) ભેદ માને છે તેને કહે છે
કે હે
મૂઢ! જો તું દ્રવ્ય અને પર્યાયમાં વસ્તુતઃ ભેદ માને છે તો દ્રવ્ય અને
પર્યાય બંનેની નિરપેક્ષ સિદ્ધિ નિયમથી પ્રાપ્ત થાય છે. એમ માનતાં દ્રવ્ય અને
પર્યાય જુદી વસ્તુ ઠરે છે, પણ તેમાં ધર્મધર્મીપણું ઠરતું નથી.
આગળ ‘ધર્મ-અનુપ્રેક્ષા’ના અધિકારમાં શ્રાવકધર્મ અને મુનિધર્મના વર્ણન
પહેલાં સમ્યક્ત્વનું માહાત્મ્ય બતાવતાં ગાથા ૩૨૫માં કહ્યું છે કેસર્વ રત્નોમાં
પણ મહારત્ન સમ્યક્ત્વ છે. વસ્તુની સિદ્ધિ કરવાના ઉપાયરૂપ સર્વ યોગ, મંત્ર,
ધ્યાન આદિમાં સમ્યક્ત્વ ઉત્તમ યોગ છે, કારણ કે
સમ્યક્ત્વથી મોક્ષ સધાય
છે. અણિમાદિ ૠદ્ધિઓમાં પણ સમ્યક્ત્વ મહાન ૠદ્ધિ છે. ઘણું શું કહીએ!
સર્વ સિદ્ધિ કરવાવાળું આ સમ્યક્ત્વ જ છે. ગાથા ૩૨૬માં કહ્યું છે કે
સમ્યક્ત્વગુણ સહિત જે પુરુષ પ્રધાન (શ્રેષ્ઠ) છે તે દેવોના ઇન્દ્રોથી તેમ જ
[ ૧૩ ]