Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 321

 

background image
મનુષ્યોના ઇન્દ્રો ચક્રવર્તી આદિથી વંદનીય થાય છે; અને વ્રત રહિત હોય
તોપણ નાના પ્રકારનાં સ્વર્ગાદિકનાં ઉત્તમ સુખ પામે છે. ગાથા ૩૨૭માં કહ્યું
છે કે
સમ્યગ્દ્રષ્ટિ જીવ દુર્ગતિના કારણરૂપ અશુભ કર્મોને બાંધતો નથી, પરંતુ
આગળના ઘણા ભવોમાં બાંધેલાં પાપકર્મોનો પણ નાશ કરે છે. અહો!
સમ્યક્ત્વનો એ અનુપમ મહિમા! માટે શ્રીગુરુનો ઉપદેશ છે કે
સર્વ પ્રથમ
પોતાના સર્વસ્વ ઉપાયઉદ્યમયત્નથી પણ એક મિથ્યાત્વનો નાશ કરી
સમ્યક્ત્વ અવશ્ય અંગીકાર કરવું.
ભાષાનુવાદના કર્તા પં. જયચંદ્રજી છાબડા, આ ગ્રંથની પીઠિકા લખતાં,
લખે છે કે‘ત્યાં પ્રથમ એક ગાથામાં મંગલાચરણ કરી બે ગાથામાં બાર
અનુપ્રેક્ષાનાં નામ કહ્યાં છે. ઓગણીસ ગાથાઓમાં અધ્રુવાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું
છે, નવ ગાથાઓમાં અશરણાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે , બેંતાળીશ ગાથાઓમાં
સંસારાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે,
તેમાં ચાર ગતિઓનાં દુઃખોનું, સંસારની
વિચિત્રતાનું અને પંચપરાવર્તનરૂપ પરિભ્રમણનું વર્ણન છે, છ ગાથાઓમાં
એકત્વાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, ત્રણ ગાથાઓમાં અન્યત્વાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે,
પાંચ ગાથાઓમાં અશુચિત્વાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, સાત ગાથાઓમાં
આસ્રવાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, સાત ગાથાઓમાં સંવરાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે,
તેર ગાથાઓમાં નિર્જરાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, એકસો ઓગણસીત્તેર
ગાથાઓમાં લોકાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે.
તેમાં, આ લોક છ દ્રવ્યોનો સમૂહ છે; અનંત આકાશદ્રવ્યના મધ્યમાં
જે જીવ-અજીવ દ્રવ્ય છે તેને ‘લોક’ કહે છે, તે ‘લોક’ પુરુષાકારરૂપ ચૌદ રાજુ
ઊંચો છે અને તેનું ઘનરૂપ ક્ષેત્રફળ કરતાં ત્રણસો તેંતાળીશ રાજુ થાય છે;
અને તે જીવ-અજીવ દ્રવ્યોથી ભરેલો છે. ત્યાં પ્રથમ જીવદ્રવ્યનું વર્ણન કર્યું છે
અને તેના અઠ્ઠાણું જીવસમાસ કહ્યા છે, તે પછી પર્યાપ્તિઓનું વર્ણન કર્યું છે,
લોકમાં જે જીવ જ્યાં જ્યાં રહે છે તેનું વર્ણન કરી તેની સંખ્યા તેનું અલ્પ-
બહુત્વ તથા તેનાં આયુ-કાયનું પ્રમાણ કહ્યું છે. વળી કોઈ અન્યવાદી જીવનું
સ્વરૂપ અન્યપ્રકારરૂપ માને છે તેનું યુક્તિપૂર્વક નિરાકરણ કર્યું છે. બહિરાત્મા-
અંતરાત્મા-પરમાત્માનું વર્ણન કરી કહ્યું છે કે અંતઃતત્ત્વ તો જીવ છે અને અન્ય
બધાં બાહ્યતત્ત્વ છે;
એમ કહી જીવોનું નિરૂપણ કર્યું છે. ત્યાર બાદ અજીવનું
નિરૂપણ છેત્યાં પુદ્ગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય તથા કાળદ્રવ્યનું
[ ૧૪ ]