હવે કોઈ અન્યમતી જીવને સર્વથા સર્વગત જ કહે છે તેનો નિષેધ
કરે છેઃ —
सव्वगओ जदि जीवो सव्वत्थ वि दुक्खसुक्खसंपत्ती ।
जाइज्ज ण सा दिट्ठी णियतणुमाणो तदो जीवो ।।१७७।।
सर्वगतः यदि जीवः सर्वत्र अपि दुःखसुखसम्प्राप्तिः ।
जायते न सा दृष्टिः निजतनुमानः ततः जीवः ।।१७७।।
અર્થઃ — જો જીવ સર્વગત જ હોય તો સર્વ ક્ષેત્રસંબંધી સુખ
-દુઃખની પ્રાપ્તિ તેને જ હોય પણ એમ જોવામાં આવતું નથી. પોતાના
શરીરમાં જ સુખ-દુઃખની પ્રાપ્તિ જોઈએ છીએ, તેથી પોતાના
શરીરપ્રમાણ જ જીવ છે.
जीवो णाणसहावो जह अग्गी उण्हओ सहावेण ।
अत्थंतरभूदेण हि णाणेण ण सो हवे णाणी ।।१७८।।
जीवः ज्ञानस्वभावः यथा अग्निः उष्णः स्वभावेन ।
अर्थान्तरभूतेन हि ज्ञानेन न सः भवेत् ज्ञानी ।।१७८।।
અર્થઃ — જેમ અગ્નિ સ્વભાવથી જ ઉષ્ણ છે તેમ જીવ છે તે
જ્ઞાનસ્વભાવ છે; તેથી અર્થાન્તરભૂત એટલે પોતાથી જુદા પ્રદેશરૂપ
જ્ઞાનથી જ્ઞાની નથી.
ભાવાર્થઃ — નૈયાયિક આદિ છે તેઓ જીવનો અને જ્ઞાનનો
પ્રદેશભેદ માની કહે છે કે ‘‘આત્માથી જ્ઞાન ભિન્ન છે અને તે સમવાય
તથા સંસર્ગથી એક થયું છે તેથી તેને જ્ઞાની કહીએ છીએ; જેમ ધનથી
ધનવાન કહીએ છીએ તેમ.’’ પણ આમ માનવું તે અસત્ય છે. આત્મા
અને જ્ઞાનને, અગ્નિ અને ઉષ્ણતામાં જેવો અભેદભાવ છે તેવો,
તાદાત્મ્યભાવ છે.
હવે (ગુણ-ગુણીને) ભિન્ન માનવામાં દૂષણ દર્શાવે છેઃ —
૧૦૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા