ભાવાર્થઃ — ચાર્વાક (માત્ર એક) પ્રત્યક્ષપ્રમાણને માને છે. ત્યાં,
પોતાને થતાં સુખ-દુઃખને તથા ઇન્દ્રિઓના વિષયોને જાણે છે તે પ્રત્યક્ષ
છે. હવે જીવ વિના પ્રત્યક્ષપ્રમાણ કોને હોય? માટે જીવનો સદ્ભાવ
(અસ્તિત્વ) અવશ્ય સિદ્ધ થાય છે.
હવે આત્માનો સદ્ભાવ જેમ સિદ્ધ થાય તેમ કહે છેઃ —
संकप्पमओ जीवो सुहदुक्खमयं हवेइ संकप्पो ।
तं चिय वेददि जीवो देहे मिलिदो वि सव्वत्थ ।।१८४।।
संकल्पमयः जीवः सुखदुःखमयः भवति संकल्पः ।
तदेव वेत्ति जीवः देहे मिलितः अपि सर्वत्र ।।१८४।।
અર્થઃ — જીવ છે તે સંકલ્પમય છે, અને સંકલ્પ છે તે સુખ
-દુઃખમય છે. તે સુખ-દુઃખમય સંકલ્પને જે જાણે છે તે જ જીવ છે.
જે દેહ સાથે સર્વત્ર મળી રહ્યો છે તો પણ, જાણવાવાળો છે તે જ
જીવ છે.
હવે જીવ, દેહ સાથે મળ્યો થકો, સર્વ કાર્યોને કરે છે તે કહે
છેઃ —
देहमिलिदो वि जीवो सव्वकम्माणि कुव्वदे जम्हा ।
तम्हा पयट्टमाणो एयत्तं बुज्झदे दोह्णं ।।१८५।।
देहमिलितः अपि जीवः सर्वकर्माणि करोति यस्मात् ।
तस्मात् प्रवर्तमानः एकत्वं बुध्यते द्वयोः ।।१८५।।
અર્થઃ — કારણ કે જીવ છે તે દેહથી મળ્યો થકો જ સર્વ કર્મ
-નોકર્મરૂપ બધાંય કાર્યોને કરે છે; તેથી તે કાર્યોમાં પ્રવર્તતો થકો જે લોક
તેને દેહ અને જીવનું એકપણું ભાસે છે.
ભાવાર્થઃ — લોકોને દેહ અને જીવ જુદા તો દેખાતા નથી પણ
બંને મળેલા જ દેખાય છે – સંયોગથી કાર્યોની પ્રવૃત્તિ દેખાય છે તેથી તે
બંનેને એક જ માને છે.
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૦૩