હવે જીવને દેહથી ભિન્ન જાણવાનું લક્ષણ દર્શાવે છેઃ —
देहमिलिदो वि पिच्छदि देहमिलिदो वि णिसुण्णदे सद्दं ।
देहमिलिदो वि भुंजदि देहमिलिदो वि गच्छेदि ।।१८६।।
देहमिलितः अपि पश्यति देहमिलितः अपि निशृणोति शब्दम् ।
देहमिलितः अपि भुंक्ते देहमिलितः अपि गच्छति ।।१८६।।
અર્થઃ — જીવ દેહથી મળ્યો થકો જ નેત્રોથી પદાર્થોને દેખે છે,
દેહથી મળ્યો થકો જ કાનોથી શબ્દોને સાંભળે છે, દેહથી મળ્યો થકો
જ મુખથી ખાય છે, જીભથી સ્વાદ લે છે તથા દેહથી મળ્યો થકો જ
પગથી ગમન કરે છે.
ભાવાર્થઃ — દેહમાં જીવ ન હોય તો જડરૂપ એવા માત્ર દેહને
જ દેખવું, સ્વાદ લેવો, સાંભળવું અને ગમન કરવું ઇત્યાદિ ક્રિયા ન
હોય; તેથી જાણવામાં આવે છે કે દેહમાં (દેહથી) જુદો જીવ છે અને
તે જ આ ક્રિયાઓ કરે છે.
હવે એ પ્રમાણે જીવને (દેહથી) મળેલો જ માનવાવાળા લોકો
તેના ભેદને જાણતા નથી એમ કહે છેઃ —
राओ हं भिच्चो हं सिठ्ठी हुं चेव दुब्बलो बलिओ ।
इदि एयत्ताविट्ठो दोह्णं भेयं ण बुज्झेदि ।।१८७।।
राजा अहं भृत्यः अहं श्रेष्ठी अहं चैव दुर्बलः बली ।
इति एकत्वाविष्टः द्वयोः भेदं न बुध्यति ।।१८७।।
અર્થઃ — દેહ અને જીવના એકપણાની માન્યતા સહિત લોક છે
તે આ પ્રમાણે માને છે કે — હું રાજા છું, હું નોકર છું, હું શેઠ છું,
હું દરિદ્ર છું, હું દુર્બળ છું, હું બળવાન છું. એ પ્રમાણે માનતા થકા
દેહ અને જીવ બંનેના તફાવતને જાણતા નથી.
હવે જીવના કર્તાપણાદિ સંબંધી ચાર ગાથાઓ કહે છેઃ —
૧૦૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા