જ પાપરૂપ થાય છે તથા ઉપશમભાવ — મંદ કષાય — યુક્ત થાય ત્યારે
તે પોતે જ પુણ્યરૂપ થાય છે.
ભાવાર્થઃ — ક્રોધ-માન-માયા-લોભના અતિ તીવ્રપણાથી તો
પાપપરિણામ થાય છે તથા તેના મંદપણાથી પુણ્યપરિણામ થાય છે; તે
પરિણામો સહિત (જીવને) પુણ્યજીવ તથા પાપજીવ કહીએ છીએ. વળી
એક જ જીવ બંને પરિણામયુક્ત થતાં પુણ્યજીવ – પાપજીવ પણ કહીએ
છીએ. સિદ્ધાંતની અપેક્ષાએ તો એમ જ છે. કારણ કે સમ્યક્ત્વ સહિત
જીવને તો તીવ્ર કષાયની જડ (મિથ્યાશ્રદ્ધાન) કપાવાથી પુણ્યજીવ કહીએ
છીએ તથા મિથ્યાદ્રષ્ટિ જીવને ભેદજ્ઞાન વિના કષાયોની જડ કપાતી નથી
તેથી બહારથી કદાચિત્ ઉપશમપરિણામ દેખાય તો પણ તેને પાપજીવ
જ કહીએ છીએ૧ એમ જાણવું.
रयणत्तयसंजुत्तो जीवो वि हवेइ उत्तमं तित्थं ।
संसारं तरइ जदो रयणत्तयदिव्वणावाए ।।१९१।।
रत्नत्रयसंयुक्तः जीवः अपि भवति उत्तमं तीर्थं ।
संसारं तरति यतः रत्नत्रयदिव्यनावा ।।१९१।।
અર્થઃ — આ જીવ, રત્નત્રયરૂપ દિવ્ય નાવ વડે, સંસારથી તરે
છે – પાર પામે છે માટે આ જીવ જ રત્નત્રયથી યુક્ત થતો થકો ઉત્તમ
તીર્થ છે.
૧. આ સંબંધમાં શ્રી ગોમ્મટસારમાં પણ કહ્યું છે કેઃ —
जीवदुगं उत्तट्ठं जीवा पुण्णा हु सम्मगुणसहिदा ।
वदसहिदावि य पावा तव्विवरीया हवंतित्ति ।।६२२।।
मिच्छाइट्ठी पावा णंताणंता य सासणगुणावि ।
पल्लासंखेज्जदिमा अणअण्णदरुदयमिच्छगुणा ।।६२३।।
અર્થઃ — જીવ અને અજીવ પદાર્થો તો પૂર્વે જીવસમાસ અધિકારમાં વા
અહીં છ દ્રવ્ય અધિકારમાં કહ્યા છે વળી જે સમ્યક્ત્વગુણ સહિત હોય તથા જે
વ્રતયુક્ત હોય તેને પુણ્યજીવ કહીએ છીએ, તેથી વિપરીત એટલે સમ્યક્ત્વ અને વ્રત
૧૦૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા