૧૦૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
નિમિત્તથી જીવને તથા દેહને એક માનતો હોય તે જીવને બહિરાત્મા
કહીએ છીએ.
ભાવાર્થઃ — બાહ્ય પરદ્રવ્યને જે આત્મા (સ્વરૂપ) માને તે
બહિરાત્મા છે અને એમ માનવું મિથ્યાત્વ – અનંતાનુબંધીકષાયના ઉદયથી
થાય છે. માટે ભેદવિજ્ઞાન રહિત થતો થકો દેહાદિથી માંડી સમસ્ત
પરદ્રવ્યમાં અહંકાર-મમકાર યુક્ત બનેલો (જીવ) બહિરાત્મા કહેવાય છે.
હવે અંતરાત્માનું સ્વરૂપ ત્રણ ગાથાથી કહે છેઃ —
जे जिणवयणे कुसला भेदं जाणंति जीवदेहाणं ।
णिज्जियदुट्ठट्ठमया अंतरअप्पा य ते तिविहा ।।१९४।।
ये जिनवचने कुशलाः भेदं जानन्ति जीवदेहयोः ।
निर्जितदुष्ठाष्ठमदाः अन्तरात्मानः च ते त्रिविधाः ।।१९४।।
અર્થઃ — જેઓ જિનવચનમાં પ્રવીણ છે, જીવ અને દેહમાં ભેદ
(ભિન્નતા) જાણે છે અને જેમણે આઠ દુષ્ટ મદ જીત્યા છે તે અંતરાત્મા
છે; અને તે ઉત્કૃષ્ટ, મધ્યમ તથા જઘન્ય ભેદથી ત્રણ પ્રકારના છે.
ભાવાર્થઃ — જે જીવ જિનવાણીનો સારી રીતે અભ્યાસ કરી જીવ
અને દેહના સ્વરૂપને ભિન્ન-ભિન્ન જાણે છે તે અંતરાત્મા છે; તેને જાતિ,
લાભ, કુળ, રૂપ, તપ, બળ, વિદ્યા અને ઐશ્વર્ય એ આઠ મદનાં કારણો
છે તેમાં અહંકાર – મમકાર ઊપજતા નથી. કારણ કે, એ બધા પરદ્રવ્યના
સંયોગજનિત છે; તેથી તેમાં ગર્વ કરતા નથી. એ અંતરાત્મા ત્રણ
પ્રકારના છે.
હવે એ ત્રણે પ્રકારોમાં ઉત્કૃષ્ટ અંતરાત્માનું સ્વરૂપ કહે છેઃ —
पंचमहव्वयजुत्ता धम्मे सुक्के वि संठिदा णिच्चं ।
णिज्जियसयलपमाया उक्किट्ठा अंतरा होंति ।।१९५।।
पञ्चमहाव्रतयुक्ताः धर्मे शुक्ले अपि संस्थिताः नित्यम् ।
निर्जितसकलप्रमादाः उत्कृष्टाः अन्तराः भवन्ति ।।१९५।।