રહે છે, તેથી પોતાના વિભાવભાવોની નિંદા કરતા જ રહે છે, ગુણોના
ગ્રહણમાં સમ્યક્ પ્રકારથી અનુરાગી છે, જેમનામાં સમ્યગ્દર્શનાદિ ગુણ
દેખે તેમના પ્રત્યે અત્યંત અનુરાગરૂપ પ્રવર્તે છે, ગુણો વડે પોતાનું અને
પરનું હિત જાણ્યું છે તેથી ગુણો પ્રત્યે અનુરાગ જ થાય છે. એ પ્રમાણે
ત્રણ પ્રકારના અંતરાત્મા કહ્યા તે ગુણસ્થાન અપેક્ષાએ જાણવા.
ભાવાર્થઃ — ચોથા ગુણસ્થાનવર્તી જઘન્ય અંતરાત્મા છે, પાંચમા
અને છઠ્ઠા ગુણસ્થાનવર્તી મધ્ય અંતરાત્મા છે તથા સાતમાથી માંડીને
બારમા ગુણસ્થાન સુધીના (સાધકો) ઉત્કૃષ્ટ અંતરાત્મા જાણવા.
હવે પરમાત્માનું સ્વરૂપ કહે છેઃ —
ससरीरा अरहंता केवलणाणेण मुणियसयलत्था ।
णाणसरीरा सिद्धा सव्वुत्तमसुक्खसंपत्ता ।।१९८।।
सशरीराः अर्हन्तः केवलज्ञानेन ज्ञातसकलार्थाः ।
ज्ञानशरीराः सिद्धाः सर्वोत्तमसौख्यसंप्राप्ताः ।।१९८।।
અર્થઃ — શરીરસહિત અરહંત છે; તે કેવા છે? કેવલજ્ઞાન દ્વારા
જેઓ સકલ પદાર્થોને જાણે છે તે પરમાત્મા છે; તથા શરીરરહિત અર્થાત્
જ્ઞાન જ છે શરીર જેઓને તે સિદ્ધ છે. કેવા છે તે? તે શરીરરહિત
પરમાત્મા સર્વ ઉત્તમ સુખોને પ્રાપ્ત થયા છે.
ભાવાર્થઃ — તેરમા ને ચૌદમા ગુણસ્થાનવર્તી અર્હંત શરીરસહિત
પરમાત્મા છે તથા સિદ્ધપરમેષ્ઠી શરીરરહિત પરમાત્મા છે.
હવે ‘પરા’ શબ્દનો અર્થ કહે છેઃ —
णिस्सेसकम्मणासे अप्पसहावेण जा समुप्पत्ती ।
कम्मजभावखए वि य सा वि य पत्ती परा होदि ।।१९९।।
निःशेषकर्मनाशे आत्मस्वभावेन या समुत्पत्तिः ।
कर्म्मजभावक्षये अपि च सा अपि च प्राप्तिः परा भवति ।।१९९।।
અર્થઃ — જે સમસ્ત કર્મોનો નાશ થતાં પોતાના સ્વભાવથી ઊપજે
૧૧૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા