હવે અશુદ્ધતા અને શુદ્ધતાનું કારણ કહે છે.
सव्वे कम्मणिबद्धा संसरमाणा अणाइकालम्हि ।
पच्छा तोडिय बंधं सिद्धा सुद्धा धुवा होंति ।।२०२।।
सर्वे कर्मनिबद्धाः संसरमाणाः अनादिकाले ।
पश्चात् त्रोटयित्वा बन्धं सिद्धः शुद्धाः ध्रुवाः भवन्ति ।।२०२।।
અર્થઃ — બધાય જીવો અનાદિકાળથી કર્મોથી બંધાયેલા છે, તેથી
તેઓ સંસારમાં પરિભ્રમણ કરે છે અને પછી એ કર્મોના બંધનોને તોડી
સિદ્ધ થાય છે ત્યારે તેઓ શુદ્ધ અને નિશ્ચળ થાય છે.
હવે જે બંધનથી જીવ બંધાયેલો છે તે બંધનનું સ્વરૂપ કહે
છેઃ —
जो अण्णोण्णपवेसो जीवपएसाण कम्मखंधाणं ।
सव्वबंधाणं वि लओ सो बंधो होदि जीवस्स ।।२०३।।
यः अन्योन्यप्रवेशः जीवप्रदेशानां कर्मस्कन्धानाम् ।
सर्वबन्धानां अपि लयः सः बन्धः भवति जीवस्य ।।२०३।।
અર્થઃ — જીવના પ્રદેશોનો અને કર્મોના સ્કંધોનો પરસ્પર પ્રવેશ
થવો અર્થાત્ એકક્ષેત્રાવગાહ સંબંધ થવો તે જીવને પ્રદેશબંધ છે અને
તે જ પ્રકૃતિ, સ્થિતિ તથા અનુભાગરૂપ સર્વ બંધનું પણ લય અર્થાત્
એકરૂપ હોવું છે.
હવે સર્વ દ્રવ્યોમાં જીવ દ્રવ્ય જ ઉત્તમ-પરમ તત્ત્વ છે એમ કહે
છેઃ —
उत्तमगुणाण धामं सव्वदव्वाण उत्तमं दव्वं ।
तच्चाण परमतच्चं जीवं जाणेह णिच्छयदो ।।२०४।।
उत्तमगुणानां धाम सर्वद्रव्याणां उत्तमं द्रव्यं ।
तत्त्वानां परमतत्त्वं जीवं जानीहि निश्चयतः ।।२०४।।
૧૧૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા