ભાવાર્થઃ — શરીરાદિ અનેક પ્રકારની પરિણમનશક્તિથી યુક્ત
સૂક્ષ્મ-બાદર પુદ્ગલોથી સર્વ લોકાકાશ ભરેલો છે.
जं इंदिएहिं गिज्झं रूवरसगंधफासपरिणामं ।
तं चिय पुग्गलदव्वं अणंतगुणं जीवरासीदो ।।२०७।।
यत् इन्द्रियैः ग्राह्यं रूपरसगन्धस्पर्शपरिणामम् ।
तत् एव पुद्गलद्रव्यं अनन्तगुणं जीवराशितः ।।२०७।।
અર્થઃ — રૂપ-રસ-ગંધ-સ્પર્શાદિ પરિણામસ્વરૂપે, જે ઇન્દ્રિયો દ્વારા
ગ્રહણ કરવા યોગ્ય છે તે, સર્વ પુદ્ગલ દ્રવ્ય છે અને તે સંખ્યા
અપેક્ષાએ જીવરાશિથી અનંત ગણાં દ્રવ્ય છે.
હવે પુદ્ગલદ્રવ્યને જીવનું ઉપકારીપણું કહે છેઃ —
जीवस्स बहुपयारं उवयारं कुणदि पुग्गलं दव्वं ।
देहं च इंदियाणि य वाणी उस्सासणिस्सासं ।।२०८।।
जीवस्य बहुप्रकारं उपकारं करोति पुद्गलं द्रव्यं ।
देहं च इन्द्रियाणि च वाणी उछ्वासनिःश्वासम् ।।२०८।।
અર્થઃ — પુદ્ગલદ્રવ્ય જીવને ઘણા પ્રકારનો ઉપકાર કરે છે; દેહ
કરે છે, ઇન્દ્રિયો કરે છે, વચન કરે છે તથા ઉચ્છ્વાસ-નિશ્વાસ કરે છે.
ભાવાર્થઃ — સંસારી જીવોના દેહાદિક, પુદ્ગલદ્રવ્યોથી રચાયેલા
છે અને એ વડે જીવનું જીવિતવ્ય છે એ ઉપકાર છે.
अण्णं पि एवमाई उवयारं कुणदि जाव संसारं ।
मोह-अणाणमयं पि य परिणामं कुणदि जीवस्स ।।२०९।।
अन्यमपि एवमादि उपकारं करोति यावत् संसारम् ।
मोहाज्ञानमयं अपि च परिणामं करोति जीवस्य ।।२०९।।
અર્થઃ — ઉપર કહ્યા ઉપરાંત પુદ્ગલ દ્રવ્ય જીવને અન્ય પણ
ઉપકાર કરે છે. જ્યાં સુધી આ જીવને સંસાર છે ત્યાં સુધી ઘણા
૧૧૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા