લોકાનુપ્રેક્ષા ]
હવે ‘આકાશમાં જેમ સર્વ દ્રવ્યોને અવગાહ આપવાની શક્તિ છે તેવી અવગાહ આપવાની શક્તિ બધાંય દ્રવ્યોમાં છે’ એમ કહે છેઃ —
અર્થઃ — બધાંય દ્રવ્યોમાં પરસ્પર અવગાહ આપવાની શક્તિ છે એમ નિશ્ચયથી તમે જાણો. જેમ ભસ્મ અને જલમાં (પરસ્પર) અવગાહનશક્તિ છે તેમ જીવના અસંખ્યાતપ્રદેશોને પણ જાણો.
ભાવાર્થઃ — જેમ પાત્રમાં જલ ભરી તેમાં ભસ્મ નાખીએ તો તે તેમાં સમાય છે, વળી તેમાં સાકર નાખીએ તો તે પણ સમાય છે, અને તેમાં સોંય ચોંપીએ તો તે પણ તેમાં સમાય છે, — એમ અવગાહનશક્તિ સમજવી. અહીં કોઈ પ્રશ્ન કરે કે — બધાંય દ્રવ્યોમાં અવગાહનશક્તિ છે તો એ (અવગાહશક્તિ) આકાશનો અસાધારણ ધર્મ કેવી રીતે ઠર્યો? તેનું સમાધાન — જોકે પરપર અવગાહ તો બધાંય દ્રવ્યો આપે છે તથાપિ આકાશદ્રવ્ય સર્વથી મોટું છે, તેથી તેમાં બધાંય દ્રવ્યો સમાય છે એ જ તેની અસાધારણતા છે.
અર્થઃ — જો સર્વ દ્રવ્યોને સ્વભાવભૂત અવગાહનશક્તિ ન હોય તો એક એક આકાશના પ્રદેશમાં સર્વ દ્રવ્ય કેવી રીતે વર્તે?
ભાવાર્થઃ — એક આકાશપ્રદેશમાં પુદ્ગલનાં અનંત પરમાણુ દ્રવ્યો, એક જીવનો પ્રદેશ, એક ધર્મદ્રવ્યનો પ્રદેશ, એક અધર્મદ્રવ્યનો