૧૧૮ ]
પ્રદેશ અને એક કાલાણુદ્રવ્ય એ પ્રમાણે સર્વ રહે છે. હવે એ આકાશનો પ્રદેશ એક પુદ્ગલપરમાણુ બરાબર છે. જો અવગાહનશક્તિ ન હોય તો (એ પ્રમાણે) શી રીતે રહે?
અર્થઃ — જે સર્વ દ્રવ્યોને પરિણામ કરે છે તે કાળદ્રવ્ય છે અને તે એક એક આકાશના પ્રદેશમાં એક એક કાલાણુદ્રવ્ય વર્તે છે.
ભાવાર્થઃ — સર્વ દ્રવ્યોને પ્રતિસમય પર્યાય ઊપજે છે અને વિણસે છે; એવા પરિણમનને નિમિત્તમાત્ર કાળદ્રવ્ય છે. લોકાકાશના એક એક પ્રદેશમાં એક એક કાળાણુ રહે છે અને તે નિશ્ચયકાળ છે.
હવે કહે છે કે — પરિણમવાની સ્વભાવભૂત શક્તિ તો સર્વ દ્રવ્યોમાં છે, ત્યાં અન્ય દ્રવ્ય નિમિત્તમાત્ર છેઃ —
અર્થઃ — સર્વ દ્રવ્યો પોતપોતાના પરિણામોનાં ઉપાદાનકારણ છે અને અન્ય બાહ્ય દ્રવ્ય છે, તે અન્યને નિમિત્તમાત્ર જાણો.
ભાવાર્થઃ — જેમ ઘટ આદિનું માટી ઉપાદાનકારણ છે અને ચાક-દંડાદિ નિમિત્તકારણ છે, તેમ સર્વ દ્રવ્યો પોતપોતાના પરિણામનાં ઉપાદાનકારણ છે અને કાળદ્રવ્ય નિમિત્તકારણ છે.