લોકાનુપ્રેક્ષા ]
પર્યાયોરૂપે પ્રગટ પરિણમે છે; તે પ્રથમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની સામગ્રીમાં વર્તે છે પછી કાર્યને – પર્યાયને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃ — જેમ કોઈ જીવ પહેલાં શુભપરિણામરૂપે પ્રવર્તે છે પછી સ્વર્ગને પ્રાપ્ત થાય છે, તથા (કોઈ જીવ) પહેલાં અશુભપરિણામ- રૂપે પ્રવર્તે છે પછી નરકાદિ પર્યાયને પ્રાપ્ત થાય છે, એમ સમજવું.
હવે ‘જીવદ્રવ્ય પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં રહીને જ નવીન પર્યાયરૂપ કાર્યને કરે છે’ એમ કહે છેઃ —
અર્થઃ — જીવદ્રવ્ય છે તે પોતાના ચેતનાસ્વરૂપમાં (ભાવમાં) પોતાના જ ક્ષેત્રમાં, પોતાના જ દ્રવ્યમાં તથા પોતાના પરિણમનરૂપ સમયમાં રહીને જ પોતાના પર્યાયસ્વરૂપ કાર્યને સાધે છે.
ભાવાર્થઃ — પરમાર્થથી વિચારીએ તો પોતાનાં જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ -ભાવસ્વરૂપ થતો થકો જીવ, પર્યાયસ્વરૂપ કાર્યરૂપે પરિણમે છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ છે તે તો નિમિત્તમાત્ર છે.
હવે અન્યરૂપ થઈને કાર્ય કરે તો તેમાં દૂષણ દર્શાવે છેઃ —
અર્થઃ — જો જીવ પોતાના સ્વરૂપમાં રહીને પણ પરસ્વરૂપમાં જાય તો પરસ્પર મળવાથી બધાંય દ્રવ્યો એકરૂપ બની જાય; એ મહાન