૧૨૬ ]
દોષ આવે. પરંતુ એમ એકરૂપ કદી પણ થતો નથી એ પ્રગટ છે.
અર્થઃ — જો સર્વથા એક જ વસ્તુ માની બધુંય બ્રહ્મનું સ્વરૂપ માનીએ તો બ્રાહ્મણ અને ચાંડાલનો કાંઈ પણ ભેદ રહેતો નથી.
ભાવાર્થઃ — સર્વ જગતને એક બ્રહ્મસ્વરૂપ માનીએ તો નાનાં રૂપ (ભિન્ન-ભિન્નરૂપ) ઠરતાં નથી. વળી ‘અવિદ્યાથી નાનાં રૂપ દેખાય છે’ એમ માનીએ તો એ અવિદ્યા કોનાથી ઉત્પન્ન થઈ તે કહો? જો ‘બ્રહ્મથી થઈ’ એમ કહો તો તે બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન છે? અથવા સત્રૂપ છે કે અસત્રૂપ છે? અથવા તે એકરૂપ છે કે અનેકરૂપ છે? એ પ્રમાણે વિચાર કરતાં એમાંનું કાંઈ ઠરતું નથી. માટે વસ્તુનું સ્વરૂપ અનેકાન્ત જ સિદ્ધ થાય છે અને એ જ સત્યાર્થ છે.
હવે તત્ત્વને અણુમાત્ર માનવામાં દૂષણ દર્શાવે છેઃ —
અર્થઃ — જો એક વસ્તુ સર્વગત-વ્યાપક ન માનવામાં આવે પણ અંશરહિત, અણુપરિમાણ તત્ત્વ માનવામાં આવે તો બે અંશના તથા પૂર્વ -ઉત્તર અંશના સંબંધના અભાવથી એવી અણુમાત્ર વસ્તુથી કાર્યની સિદ્ધિ થતી નથી.