લોકાનુપ્રેક્ષા ]
ભાવાર્થઃ — નિરંશ, ક્ષણિક અને નિરન્વયી વસ્તુમાં અર્થક્રિયા થાય નહિ; માટે વસ્તુને કથંચિત્ અંશસહિત, નિત્ય તથા અન્વયી માનવી યોગ્ય છે.
હવે દ્રવ્યમાં એકત્વપણાનો નિશ્ચય કરે છેઃ —
અર્થઃ — બધાંય દ્રવ્યોને દ્રવ્યસ્વરૂપથી તો એકત્વપણું છે તથા પોતપોતાના ગુણોના ભેદથી સર્વ દ્રવ્યો ભિન્નભિન્ન છે.
ભાવાર્થઃ — દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ સત્ છે. હવે એ સ્વરૂપથી તો સર્વને એકપણું છે. તથા ચેતનતા-અચેતનતા આદિ પોતપોતાના ગુણથી ભેદરૂપ છે માટે ગુણના ભેદથી બધાં દ્રવ્યો ન્યારાં ન્યારાં છે. વળી એક દ્રવ્યને ત્રિકાળવર્તી અનંત પર્યાય છે, તે બધા પર્યાયોમાં દ્રવ્યસ્વરૂપથી તો એકતા જ છે; જેમ ચેતનના પર્યાય બધા ચેતનસ્વરૂપ છે. તથા પ્રત્યેક પર્યાય પોતપોતાના સ્વરૂપથી ભિન્ન-ભિન્ન પણ છે, ભિન્ન-ભિન્નકાળવર્તી છે તેથી ભિન્ન-ભિન્ન પણ કહીએ છીએ; પરંતુ તેમને પ્રદેશભેદ નથી. તેથી એક જ દ્રવ્યના અનેક પર્યાય હોય છે તેમાં વિરોધ નથી.
હવે દ્રવ્યને ગુણ-પર્યાયસ્વભાવપણું દર્શાવે છેઃ —
અર્થઃ — અર્થ એટલે વસ્તુ છે; તે સમયે સમયે ઉત્પાદ-વ્યય