૧૨૮ ]
-ધ્રૌવ્યપણાના સ્વભાવરૂપ છે; અને તેને ગુણ-પર્યાય પરિણામસ્વરૂપ સત્ત્વ સિદ્ધાંતમાં કહ્યું છે.
ભાવાર્થઃ — જીવાદિ વસ્તુ છે તે ઊપજવું, વિણસવું અને સ્થિર રહેવું એ ત્રણે ભાવમય છે, અને જે વસ્તુ ગુણ-પર્યાય પરિણામસ્વરૂપ છે તે જ સત્ છે. જેમ જીવદ્રવ્યનો ચેતના ગુણ છે, તેનું સ્વભાવ- વિભાવરૂપ પરિણમન છે તથા સમયે સમયે પરિણમે છે તે પર્યાય છે. એ જ પ્રમાણે પુદ્ગલદ્રવ્યના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ગુણ છે; તે સમયે સમયે સ્વભાવ કે વિભાવરૂપે પરિણમે છે તે પર્યાય છે. એ પ્રમાણે બધાં દ્રવ્યો ગુણ-પર્યાય પરિણામસ્વરૂપ પ્રગટ છે.
હવે દ્રવ્યોના ઉત્પાદ-વ્યય તે શું છે? તે કહે છેઃ —
અર્થઃ — વસ્તુનો પરિણામ સમયે સમયે પ્રથમનો તો વિણસે છે અને અન્ય ઊપજે છે; ત્યાં પહેલા પરિણામરૂપ વસ્તુનો તો નાશ-વ્યય છે તથા અન્ય બીજો પરિણામ ઉપજ્યો તેને ઉત્પાદ કહીએ છીએ. એ પ્રમાણે ઉત્પાદ-વ્યય થાય છે.
હવે દ્રવ્યના ધ્રુવપણાનો નિશ્ચય કહે છેઃ —
અર્થઃ — જીવદ્રવ્ય, દ્રવ્યસ્વરૂપથી તો નથી નાશને પ્રાપ્ત થતું કે નથી ઊપજતું; તેથી દ્રવ્યમાત્રથી જીવને નિત્યપણું સમજવું.