લોકાનુપ્રેક્ષા ]
ભાવાર્થઃ — એ જ ધ્રુવપણું છે કે જીવ, સત્તા અને ચેતનાથી તો ઊપજતો-વિણસતો નથી અર્થાત્ જીવ, કોઈ નવો ઊપજતો કે વિણસતો નથી.
હવે દ્રવ્યપર્યાયનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જીવાદિ વસ્તુ અન્વયરૂપ (સામાન્યરૂપ) થી દ્રવ્ય છે અને તે જ વિશેષરૂપથી પર્યાય છે. વળી વિશેષરૂપથી દ્રવ્ય પણ નિરંતર ઊપજે-વિણસે છે.
ભાવાર્થઃ — અન્વયરૂપ પર્યાયોમાં સામાન્યભાવને દ્રવ્ય કહે છે તથા વિશેષભાવ છે તે પર્યાય છે. તેથી વિશેષરૂપથી દ્રવ્યને પણ ઉત્પાદ- વ્યયસ્વરૂપ કહે છે. પરંતુ એમ નથી કે પર્યાય, દ્રવ્યથી જુદો જ ઊપજે – વિણસે છે. અભેદવિવક્ષાથી દ્રવ્ય જ ઊપજે-વિણસે છે તથા ભેદવિવક્ષાથી (દ્રવ્ય અને પર્યાયને) જુદા પણ કહીએ છીએ.
હવે ગુણનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — દ્રવ્યનો જે પરિણામ (ભાવ) સદ્રશ અર્થાત્ પૂર્વ-ઉત્તર બધીય પર્યાયોમાં સમાન હોય-અનાદિનિધન હોય તે જ ગુણ છે. અને તે સામાન્યસ્વરૂપથી ઊપજતો-વિણસતો નથી.