૧૩૦ ]
ભાવાર્થઃ — જેમ જીવદ્રવ્યનો ચેતનગુણ તેની સર્વ પર્યાયોમાં મોજુદ છે – અનાદિનિધન છે, તે સામાન્યસ્વરૂપથી ઊપજતો – વિણસતો નથી પણ વિશેષરૂપથી પર્યાયમાં વ્યક્તરૂપ (પ્રગટરૂપ) થાય જ છે, એવો ગુણ છે. તેવી રીતે બધાંય દ્રવ્યોમાં પોત-પોતાના સાધારણ (સામાન્ય) તથા અસાધારણ (વિશેષ) ગુણો સમજવા.
હવે કહે છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાયનું એકપણું છે તે જ પરમાર્થે વસ્તુ છેઃ —
અર્થઃ — સર્વ દ્રવ્યોમાં જે ગુણ છે તે પણ વિશેષરૂપથી ઊપજે – વિણશે છે. એ પ્રમાણે દ્રવ્ય-ગુણ-પર્યાયોનું એકપણું છે અને તે જ પરમાર્થભૂત વસ્તુ છે.
ભાવાર્થઃ — ગુણનું સ્વરૂપ એવું નથી કે જે વસ્તુથી સર્વથા ભિન્ન જ હોય. ગુણ-ગુણીને કથંચિત્ અભેદપણું છે તેથી જે પર્યાય ઊપજે – વિણસે છે તે ગુણ – ગુણીનો વિકાર છે (વિશેષ આકાર છે). એટલા માટે ગુણને પણ ઊપજતા – વિણસતા કહીએ છીએ. એવું જ નિત્યાનિત્યાત્મક વસ્તુનું સ્વરૂપ છે. એ પ્રમાણે દ્રવ્ય-ગુણ-પર્યાયોની એકતા એ જ પરમાર્થભૂત વસ્તુ છે.
હવે આશંકા થાય છે કે — દ્રવ્યોમાં પર્યાય વિદ્યમાન ઊપજે છે કે અવિદ્યમાન ઊપજે છે? એવી આશંકાનું સમાધાન કરે છેઃ –