Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 244-245.

< Previous Page   Next Page >


Page 131 of 297
PDF/HTML Page 155 of 321

 

લોકાનુપ્રેક્ષા ]

[ ૧૩૧

અર્થઃજો ‘દ્રવ્યમાં પર્યાયો છે તે પણ વિદ્યમાન છે અને તિરોહિત એટલે ઢંકાયેલા છે’ એમ માનીએ તો ઉત્પત્તિ કહેવી જ વિફલ (વ્યર્થ) છે. જેમ દેવદત્ત કપડાથી ઢંકાયેલો હતો તેને ઉઘાડ્યો એટલે કહે કે ‘આ ઊપજ્યો’, પણ એમ ઊપજવું કહેવું તે વાસ્તવિક નથીવ્યર્થ છે; તેમ દ્રવ્યમાં પર્યાય ઢાંકીઊઘડીને ઊપજતી કહેવી તે પરમાર્થ નથી. માટે દ્રવ્યમાં અવિદ્યમાન પર્યાયની જ ઉત્પત્તિ કહીએ છીએ.

सव्वाणं पज्जयाणं अविज्जमाणाण होदि उप्पत्ती
कालाईलद्धीए अणाइणिहणम्मि दव्वम्मि ।।२४४।।
सर्वेषां पर्यायाणां अविद्यमानानां भवति उत्पत्तिः
कालादिलब्ध्या अनादिनिधने द्रव्ये ।।२४४।।

અર્થઃઅનાદિનિધન દ્રવ્યમાં કાળાદિ લબ્ધિથી સર્વ પર્યાયોની અવિદ્યમાન જ ઉત્પત્તિ છે.

ભાવાર્થઃઅનાદિનિધન દ્રવ્યમાં કાળાદિ લબ્ધિથી અવિદ્યમાન અર્થાત્ અણછતી પર્યાય જ ઊપજે છે. પણ એમ નથી કે ‘બધી પર્યાયો એક જ સમયમાં વિદ્યમાન છે તે ઢંકાતીઊઘડતી જાય છે.’ પરંતુ સમયે સમયે ક્રમપૂર્વક નવીન નવીન જ પર્યાયો ઊપજે છે. દ્રવ્ય તો ત્રિકાળવર્તી સર્વ પર્યાયોનો સમુદાય છે અને કાળભેદથી પર્યાયો ક્રમે થાય છે.

હવે દ્રવ્ય અને પર્યાયોને કથંચિત્ ભેદ-અભેદપણું દર્શાવે છેઃ

दव्वाण पज्जयाणं धम्मविवक्खाए कीरए भेओ
वत्थुसरूवेण पुणो ण हि भेदो सक्कदे काउं ।।२४५।।
द्रव्याणां पर्यायाणां धर्मविवक्षया क्रियते भेदः
वस्तुस्वरूपेण पुनः न हि भेदः शक्यते कर्तुम् ।।२४५।।

અર્થઃદ્રવ્ય અને પર્યાયમાં ધર્મ-ધર્મીની વિવક્ષાથી ભેદ કરવામાં આવે છે; પરંતુ વસ્તુસ્વરૂપથી ભેદ થઈ શકતો નથી.

ભાવાર્થઃદ્રવ્ય અને પર્યાયમાં ધર્મ-ધર્મીની વિવક્ષાથી ભેદ