લોકાનુપ્રેક્ષા ]
તત્ત્વ છે અને તે જ નાનારૂપથી બિરાજે છે.’ તેને કહે છે કે – જો જ્ઞાનમાત્ર છે તો જ્ઞેય કાંઈ પણ ન રહ્યું અને જ્ઞેય નથી તો જ્ઞાન કેવી રીતે કહો છો? કારણ કે જ્ઞેયને જાણે તે જ જ્ઞાન કહેવાય છે પણ જ્ઞેય વિના જ્ઞાન નથી.
અર્થઃ — ઘટ, પટ આદિ સમસ્ત જડ દ્રવ્યો જ્ઞેયસ્વરૂપથી ભલા પ્રકારે પ્રસિદ્ધ છે અને તેમને જ્ઞાન જાણે છે તેથી તેઓ આત્માથી – જ્ઞાનથી ભિન્નરૂપ જુદાં ઠરે છે.
ભાવાર્થઃ — જડદ્રવ્ય એવા જ્ઞેયપદાર્થો આત્માથી ભિન્નરૂપ જુદા જુદા પ્રસિદ્ધ છે તેનો લોપ શી રીતે કરી શકાય? જો તેને ન માનવામાં આવે તો જ્ઞાન પણ ન ઠરે, કારણ કે જાણ્યા વિના જ્ઞાન શાનું?
અર્થઃ — દેહ-મકાન આદિ બાહ્ય પદાર્થો સર્વલોકપ્રસિદ્ધ છે, તેમને પણ જો જ્ઞાન જ માનશો, તો તે વાદી જ્ઞાનનું નામ પણ જાણતો નથી.
ભાવાર્થઃ — બાહ્ય પદાર્થને પણ જ્ઞાન જ માનવાવાળો જ્ઞાનનું સ્વરૂપ જ જાણતો નથી એ તો દૂર રહો, પણ જ્ઞાનનું નામ પણ જાણતો નથી.
હવે નાસ્તિકવાદી પ્રત્યે કહે છેઃ —