લોકાનુપ્રેક્ષા ]
નથી.’ એમ તે કેવી રીતે કહે છે? અથવા ‘કહેવાવાળો પણ નથી,’ તો શૂન્ય છે એમ શી રીતે જાણે છે?
ભાવાર્થઃ — પોતે પ્રગટ વિદ્યમાન છે અને કહે છે કે ‘કાંઈ પણ નથી’ પણ એમ કહેવું એ મોટું અજ્ઞાન છે; તથા શૂન્યતત્ત્વ કહેવું એ તો માત્ર પ્રલાપ (ફોગટ બકવાદ) જ છે, કારણ કે કહેવાવાળો જ નથી તો આ કહે છે કોણ? તેથી નાસ્તિત્વવાદી માત્ર પ્રલાપી (મિથ્યા બકવાદી) છે.
અર્થઃ — ઘણું કહેવાથી શું? જેટલાં નામ છે તેટલા જ નિયમથી પદાર્થો પરમાર્થરૂપે છે.
ભાવાર્થઃ — જેટલાં નામ છે તેટલા સત્યાર્થરૂપ પદાર્થો છે. ઘણું કહેવાથી બસ થાઓ! એ પ્રમાણે પદાર્થોનું સ્વરૂપ કહ્યું.
હવે, એ પદાર્થોને જાણવાવાળું જ્ઞાન છે તેનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે નાના ધર્મો સહિત આત્માને તથા પરદ્રવ્યોને પોતાની યોગ્યતાનુસાર જાણે છે તેને સિદ્ધાન્તમાં નિશ્ચયથી જ્ઞાન કહે છે.
ભાવાર્થઃ — પોતાના આવરણના ક્ષયોપશમ કે ક્ષય અનુસાર જાણવાયોગ્ય પદાર્થ જે પોતે તથા પર, તેને જે જાણે છે તે જ્ઞાન છે. એ સામાન્યજ્ઞાનનું સ્વરૂપ કહ્યું.