ધર્માનુપ્રેક્ષા ]
અર્થઃ — વળી કેવો છે તે સમ્યગ્દ્રષ્ટિ? ઉત્તમ ગુણો જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ આદિનું ગ્રહણ કરવામાં તો અનુરાગી (ભાવનાવંત) હોય છે, એ ગુણો ધારક ઉત્તમ સાધુજનોના વિનયથી યુક્ત હોય છે તથા પોતા સમાન સમ્યગ્દ્રષ્ટિ સાધર્મી જનોમાં અનુરાગી – વાત્સલ્યગુણ સહિત હોય એવો તે ઉત્તમ સમ્યગ્દ્રષ્ટિ હોય છે. એ ત્રણે ભાવ ન હોય તો જાણવું કે તેનામાં સમ્યક્ત્વનું યથાર્થપણું નથી.૧
અર્થઃ — આ જીવ, દેહની સાથે મળી રહ્યો છે તો પણ, પોતાના જ્ઞાનગુણ વડે પોતાને દેહથી જુદો જ જાણે છે. વળી દેહ જીવની સાથે મળી રહ્યો છે તો પણ, તેને (દેહને) તે કંચુક એટલે કપડાના જામા જેવો જાણે છે. જેમ દેહથી જામો જુદો છે તેમ જીવથી દેહ જુદો છે, એમ તે જાણે છે.
તાસ ન સમકિત માનીએ, આગમ નીતિ એમ.