૧૭૬ ]
અર્થઃ — વ્યંતરદેવને જ ભક્તિપૂર્વક પૂજતાં જો તે લક્ષ્મી આપે છે તો ધર્મ કરવાનું પ્રયોજન શું? એમ સમ્યગ્દ્રષ્ટિ વિચારે છે.
ભાવાર્થઃ — પ્રયોજન તો લક્ષ્મીનું છે. વ્યંતરદેવને જ પૂજતાં તે લક્ષ્મી આપે છે તો ધર્મ શા માટે સેવવો? વળી મોક્ષમાર્ગના પ્રકરણમાં સંસારની લક્ષ્મીનો અધિકાર પણ નથી અને સમ્યગ્દ્રષ્ટિ તો મોક્ષમાર્ગી છે – સંસારની લક્ષ્મીને હેય (છોડવા યોગ્ય) જાણે છે, તેની વાંચ્છા જ કરતો નથી. જો પુણ્યોદયથી મળે તો ભલે મળો, ન મળે તો ન મળો! તે તો માત્ર મોક્ષ સાધવાની જ ભાવના ભાવે છે. તેથી તે સંસારીદેવાદિને શા માટે પૂજે – વંદે? કદી પણ તેમને વંદે – પૂજે નહિ.
હવે સમ્યગ્દ્રષ્ટિનો વિચાર કહે છેઃ —
અર્થઃ — જે જીવને જે દેશમાં, જે કાળમાં, જે વિધાનથી જે જન્મ – મરણ ઉપલક્ષણથી દુઃખ – સુખ – રોગ – દરિદ્રતા આદિ થવું સર્વજ્ઞદેવે જાણ્યું છે, તે એ જ પ્રમાણે નિયમથી થવાનું છે અને તે જે પ્રમાણે થવા યોગ્ય