૧૭૮ ]
તે બધુંય ભલા પ્રકારથી હું ઇષ્ટ કરું છું’. એ પ્રમાણે પણ તે શ્રદ્ધાવાન થાય છે.
ભાવાર્થઃ — જે જિનેશ્વરના વચનોની શ્રદ્ધા કરે છે કે ‘સર્વજ્ઞદેવે કહ્યું છે તે સર્વ મને ઇષ્ટ છે’, એવી સામાન્ય શ્રદ્ધાથી પણ તેને આજ્ઞાસમ્યક્ત્વી કહ્યો છે.
હવે ત્રણ ગાથામાં સમ્યક્ત્વનું માહાત્મ્ય કહે છેઃ —
અર્થઃ — સર્વ રત્નોમાં પણ મહારત્ન સમ્યક્ત્વ છે, વસ્તુની સિદ્ધિ કરવાના ઉપાયરૂપ સર્વ યોગ, મંત્ર, ધ્યાન આદિમાં (સમ્યક્ત્વ) ઉત્તમ યોગ છે; કારણ કે – સમ્યક્ત્વથી મોક્ષ સધાય છે. અણિમાદિ ૠદ્ધિઓમાં પણ (સમ્યક્ત્વ) મહાન ૠદ્ધિ છે. ઘણું શું કહીએ? સર્વ સિદ્ધિ કરવાવાળું આ સમ્યક્ત્વ જ છે.
અર્થઃ — સમ્યક્ત્વગુણ સહિત જે પુરુષ પ્રધાન (શ્રેષ્ઠ) છે તે દેવોના ઇન્દ્રોથી, મનુષ્યોના ઇન્દ્ર ચક્રવર્તી આદિથી વંદનીય થાય છે, અને વ્રતરહિત હોય તોપણ નાના પ્રકારના ઉત્તમ સ્વર્ગાદિકનાં સુખ પામે છે.
ભાવાર્થઃ — જેનામાં સમ્યગ્દર્શન ગુણ છે તે પ્રધાનપુરુષ છે. તે ઇન્દ્રાદિ દેવોથી પૂજ્ય થાય છે. સમ્યક્ત્વસહિત (જીવ) દેવનું જ આયુ બાંધે છે, તેથી વ્રતરહિતને પણ સ્વર્ગગતિમાં જવું મુખ્ય કહ્યું છે. વળી