૧૮૦ ]
અર્થઃ — ઘણા ત્રસજીવોના ઘાતથી ઉત્પન્ન તથા એ સહિત મદિરાને તથા અતિનિંદ્ય એવાં માંસાદિ પદાર્થો છે તેને જે નિયમથી સેવતો નથી – ભક્ષણ કરતો નથી તે દાર્શનિક શ્રાવક છે.
ભાવાર્થઃ — મદિરા – માંસ તથા આદિ શબ્દથી મધુ અને પાંચ ઉદંબરફળ કે જે ત્રસજીવોના ઘાત સહિત છે તે વસ્તુઓને પણ જે દાર્શનિક શ્રાવક છે તે ભક્ષણ કરતો નથી. મદ્ય તો મનને મૂર્ચ્છિત કરે છે – ધર્મને ભુલાવે છે. માંસ ત્રસઘાત વિના થતું જ નથી. મધુની ઉત્પત્તિ પ્રસિદ્ધ ત્રસઘાતનું સ્થાન જ છે. પીપળ – વડ – પીલુ આદિ ફળોમાં ત્રસજીવો ઊડતા પ્રત્યક્ષ જોવામાં આવે છે, અન્ય ગ્રંથોમાં પણ કહ્યું છે કે તેમનો ત્યાગ એ શ્રાવકના આઠ મૂળગુણો છે. વળી એમને ત્રસહિંસાનાં ઉપલક્ષણ કહ્યા છે. એટલા માટે જે વસ્તુઓમાં ત્રસહિંસા ઘણી હોય તે, શ્રાવકને અભક્ષ્ય છે – ભક્ષણ યોગ્ય નથી. વળી અન્યાયપ્રવૃત્તિના મૂળરૂપ છે એવાં સાત વ્યસનનો ત્યાગ પણ અહીં કહ્યો છે. જુગાર, માંસ, મદ્ય, વેશ્યા, શિકાર, ચોરી અને પરસ્ત્રી એ સાત વ્યસન છે, ‘વ્યસન’ નામ આપદા વા કષ્ટનું છે. એનું સેવન કરનારને આપદા આવે છે, રાજા વા પંચોના દંડને યોગ્ય થાય છે તથા એનું સેવન પણ આપદા વા કષ્ટરૂપ છે. તેથી શ્રાવક એવાં અન્યાયરૂપ કાર્યો કરતો નથી. અહીં ‘દર્શન’ નામ સમ્યક્ત્વનું છે તથા જે વડે ‘ધર્મની મૂર્તિ છે’ એમ સર્વના જોવામાં આવે તેનું નામ પણ દર્શન છે. જે સમ્યગ્દ્રષ્ટિ હોય
તો સમ્યક્ત્વને મલિન કરે તથા જિનમતને લજાવે; માટે એને નિયમથી છોડતાં જ દર્શનપ્રતિમાધારી શ્રાવક થાય છે.