ધર્માનુપ્રેક્ષા ]
અર્થઃ — નિદાન અર્થાત્ આલોક – પરલોકના ભોગની વાંચ્છા રહિત બની ઉપર પ્રમાણે (વ્રતમાં) દ્રઢચિત્ત થયો થકો વૈરાગ્યથી ભાવિત (આર્દ્ર – કોમળ) થયું છે ચિત્ત જેનું એવો થયો થકો જે સમ્યગ્દ્રષ્ટિપુરુષ વ્રત કરે છે તેને દાર્શનિકશ્રાવક કહે છે.
ભાવાર્થઃ — પ્રથમની ગાથામાં શ્રાવક કહ્યા તેનાં આ ત્રણ વિશેષ વિશેષણ જાણવાં. પ્રથમ તો દ્રઢચિત્ત હોય અર્થાત્ પરિષહાદિ કષ્ટ આવવા છતાં પણ વ્રતની પ્રતિજ્ઞાથી ડગે નહિ, બીજું નિદાનરહિત હોય અર્થાત્ આ લોકસંબંધી યશ – સુખ – સંપત્તિ વા પરલોકસંબંધી શુભગતિ આદિની વાંચ્છા રહિત હોય તથા ત્રીજું વૈરાગ્યભાવનાથી જેનું ચિત્ત આર્દ્ર અર્થાત્ સિંચાયેલું હોય. અભક્ષ અને અન્યાયને અત્યન્ત અનર્થરૂપ જાણી ત્યાગ કરે છે પણ એમ જાણીને નહિ કે ‘શાસ્ત્રમાં તેને ત્યાગવા યોગ્ય કહ્યાં છે માટે ત્યાગવાં’. પણ પરિણામમાં તો રાગ મટ્યો નથી. (ત્યાં શું ત્યાગ્યું?) ત્યાગના અનેક આશય હોય છે. આ દાર્શનિકશ્રાવકને તો અન્ય કોઈ આશય નથી, માત્ર તીવ્ર કષાયના નિમિત્તરૂપ મહાપાપ જાણી ત્યાગે છે અને એને ત્યાગવાથી જ આગળની (વ્રતાદિ) પ્રતિમાઓના ઉપદેશને લાયક થાય છે. નિઃશલ્યને વ્રતી કહ્યો છે તેથી શલ્યરહિત ત્યાગ હોય છે. એ પ્રમાણે દર્શનપ્રતિમાધારી શ્રાવકનું સ્વરૂપ કહ્યું.
હવે બીજી વ્રતપ્રતિમાનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે પાંચ અણુવ્રતનો ધારક હોય, ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત સહિત હોય, દ્રઢચિત્તવાન હોય, શમભાવથી યુક્ત હોય તથા