૧૮૨ ]
જ્ઞાનવાન હોય તે વ્રતપ્રતિમાધારક શ્રાવક છે.
ભાવાર્થઃ — અહીં ‘અણુ’ શબ્દ અલ્પતા વાચક છે. પાંચ પાપમાં અહીં સ્થૂળ પાપોનો ત્યાગ છે, તેથી તેની ‘અણુવ્રત’ સંજ્ઞા છે. ગુણવ્રત – શિક્ષાવ્રત છે તે આ અણુવ્રતોની રક્ષા કરવાવાળાં છે તેથી અણુવ્રતી તેમને પણ ધારણ કરે છે. આ જીવ વ્રતની પ્રતિજ્ઞામાં દ્રઢચિત્ત છે. કષ્ટ – ઉપસર્ગ – પરિષહ આવવા છતાં પણ શિથિલ થતો નથી. અપ્રત્યાખ્યાનાવરણકષાયના અભાવથી તથા પ્રત્યાખ્યાનાવરણકષાયના મંદઉદયથી આ વ્રત થાય છે, તેથી ‘ઉપશમભાવસહિતપણું’ એવું વિશેષણ આપ્યું છે. જોકે દર્શનપ્રતિમાધારીને પણ અપ્રત્યાખ્યાનાવરણનો અભાવ તો થયો છે, પરંતુ પ્રત્યાખ્યાનાવરણકષાયના તીવ્ર સ્થાનકોના ઉદયથી તેને અતિચારરહિત પાંચ અણુવ્રત હોતાં નથી તેથી ત્યાં ‘અણુવ્રત’ સંજ્ઞા નથી, પણ સ્થૂલ અપેક્ષાએ તેને પણ ત્રસઘાત ને અભક્ષ-ભક્ષણના ત્યાગથી અણુવ્રત-અણુત્વ છે. વ્યસનોમાં ચોરીનો ત્યાગ છે એટલે અસત્ય પણ તેમાં ગર્ભિત છે, પરસ્ત્રીનો ત્યાગ છે, અને વૈરાગ્યભાવના છે એટલે પરિગ્રહની મૂર્છાનાં સ્થાનક પણ ઘટતાં છે – તેમાં પ્રમાણ પણ તે કરે છે, પરંતુ નિરતિચાર બનતું નથી તેથી તે ‘વ્રતપ્રતિમા’ નામ પામતું નથી. વળી ‘જ્ઞાની’ વિશેષણ છે તે પણ યોગ્ય જ છે, કારણ કે – સમ્યગ્દ્રષ્ટિ બની વ્રતનું સ્વરૂપ જાણી શ્રીગુરુની આપેલી પ્રતિમાને ધારણ કરે છે માટે તે જ્ઞાની જ કહેવાય છે એમ જાણવું.
હવે પાંચ અણુવ્રતોમાં પ્રથમ અણુવ્રત કહે છેઃ —