૧૮૪ ]
અર્થઃ — જે હિંસાનું વચન ન કહે, કર્કશવાક્ય ન કહે, નિષ્ઠુરવચન ન કહે તથા પરનાં ગુહ્યવચન ન કહે; (તો કેવાં વચન કહે?) સ્વ – પરને હિતરૂપ, પ્રમાણરૂપ, સર્વ જીવોને સંતોષદાયક અને સદ્ધર્મને પ્રકાશવાવાળાં વચન કહે તે પુરુષ બીજા સત્યાણુવ્રતનો ધારક થાય છે.
ભાવાર્થઃ — અસત્યવચન અનેક પ્રકારનાં છે. તેમનો સર્વથા ત્યાગ તો સકલચારિત્રધારક મુનિને હોય છે અને અણુવ્રતમાં તો સ્થૂલ (અસત્ય)નો જ ત્યાગ હોય છે. જે વચનથી બીજા જીવોનો ઘાત થાય એવાં હિંસાનાં વચન ન કહે, જે વચન બીજાને કડવું લાગે – સાંભળતાં જ ક્રોધાદિ ઉત્પન્ન થાય એવાં કર્કશવચન ન કહે, બીજાને ઉદ્વેગ, ભય, શોક અને કલહ ઊપજી આવે એવાં નિષ્ઠુરવચન ન કહે, અન્યના ગુપ્તકર્મના પ્રકાશક વચન ન કહે તથા ઉપલક્ષણથી અન્ય એવાં કે જેમાં અન્યનું અહિત થાય એવાં વચન ન કહે. ત્યારે કેવાં વચન કહે? કહે તો હિત – મિત વચન કહે, સર્વ જીવોને સંતોષ ઊપજે, તથા જેનાથી સદ્ધર્મનો પ્રકાશ થાય એવાં કહે, વળી મિથ્યાઉપદેશ, રહોભ્યાખ્યાન, કુટલેખક્રિયા, ન્યાસાપહાર અને સાકારમંત્ર- ભેદ એ પાંચે અતિચારો ગાથામાં વિશેષણ કહ્યાં તેમાં આવી જાય છે.* અહીં તાત્પર્ય એ છે કે — જેથી અન્ય જીવોનું બૂરું થાય, પોતાના ઉપર આપદા આવી પડે તથા વૃથા પ્રલાપવાક્યોથી પોતાને પણ પ્રમાદ વધે એવાં સ્થૂલ અસત્યવચન અણુવ્રતી શ્રાવક કહે નહિ, બીજા પાસે કહેવરાવે નહિ તથા કહેવાવાળાને ભલો જાણે નહિ. તેને આ બીજું અણુવ્રત હોય છે. * ૧. સ્વર્ગમોક્ષના સાધક ક્રિયાવિશેષમાં અન્ય જીવોને અન્યથા પ્રવર્તન કરાવવું,
૨. સ્ત્રી – પુરુષના એકાંતમાં થયેલા ક્રિયા – આચરણનો બહાર પ્રકાશ કરવો તે