૧૮૬ ]
શો? વ્યાપારમાં થોડા જ નફાથી સંતોષ ધારણ કરે, કારણ ઘણાં લાલચ -લોભથી અનર્થ ઉત્પન્ન થાય છે, કપટ – પ્રપંચથી કોઈનું ધન લે નહિ, કોઈને પોતાની પાસે (જમા) ધર્યું હોય તો તેને ન આપવાના ભાવ રાખે નહિ, લોભથી – ક્રોધથી પરનું ધન ખૂંચવી લે નહિ, માનથી કહે કે ‘અમે મોટા જોરાવર છીએ, લીધું તો શું થઈ ગયું?’ એ પ્રમાણે પરનું ધન લે નહિ. એ જ પ્રમાણે પરની પાસે લેવરાવે નહિ તથા કોઈ લેનારને ભલો જાણે નહિ. વળી અન્ય ગ્રંથોમાં તેના પાંચ અતિચાર કહ્યા છે તે આ પ્રમાણેઃ (૧) ચોરને ચોરી માટે પ્રેરણા કરવી, (૨) તેનું લાવેલું ધન લેવું, (૩) રાજ્યવિરુદ્ધ કાર્ય કરવું, (૪) વેપારમાં તોલ – બાટ ઓછાં અધિકાં રાખવા, (૫) અલ્પમૂલ્યની વસ્તુ બહુમૂલ્યવાન બતાવી તેનો વ્યવહાર કરવો. એ પાંચ અતિચાર છે. એ ગાથામાં કહેલાં વિશેષણોમાં આવી જાય છે. એ પ્રમાણે નિરતિચારરૂપે સ્તેય (ચોરી) – ત્યાગવ્રતને જે પાળે છે તે ત્રીજા અણુવ્રતધારી શ્રાવક હોય છે.
અર્થઃ — જે શ્રાવક સ્ત્રીના દેહને અશુચિમય – દુર્ગંધ જાણતો થકો તેના રૂપ – લાવણ્યને પણ (માત્ર) મનને મોહ ઉપજાવવાના કારણરૂપ જાણે છે અને તેથી તેનાથી વિરક્ત થઈ પ્રવર્તે છે, જે પરસ્ત્રી મોટી હોય ૧ विरज्जमाणो એવો પણ પાઠ છે.