ધર્માનુપ્રેક્ષા ]
તેને માતા બરાબર, બરાબર ઉંમરવાળી હોય તેને બહેન બરાબર તથા નાની હોય તેને દીકરી તુલ્ય મન – વચન – કાયથી જાણે છે તે સ્થૂલ બ્રહ્મચર્યાણુવ્રતધારી શ્રાવક છે. પરસ્ત્રીને તો મન – વચન – કાય, કૃત – કારિત – અનુમોદનાથી ત્યાગ કરે, સ્વસ્ત્રીમાં સંતોષ ધરે, તીવ્રકામવશ વિનોદ – ક્રિડારૂપ ન પ્રવર્તે, સ્ત્રીના શરીરને અપવિત્ર – દુર્ગંધ જાણી વૈરાગ્યભાવનારૂપ ભાવ રાખે તથા કામની તીવ્રવેદના આ સ્ત્રીના નિમિત્તથી થાય છે તેથી તેની રૂપ – લાવણ્યાદિ ચેષ્ટાને મનને મોહિત કરવામાં જ્ઞાનને ભુલાવવામાં અને કામને ઉપજાવવામાં કારણરૂપ જાણી તેનાથી વિરક્ત રહે તે ચોથા અણુવ્રતધારી હોય છે. (૧) પરના વિવાહ કરવા, (૨ – ૩) પરની પરિણીત – અપરિણીત સ્ત્રીનો સંસર્ગ રાખવો, (૪) કામક્રીડા, (૫) કામનો તીવ્ર અભિપ્રાય — એ તેના પાંચ અતિચાર* છે. તે, ‘સ્ત્રીના દેહથી વિરક્ત રહેવું’ એ વિશેષણમાં આવી જાય છે. પરસ્ત્રીનો ત્યાગ તો પહેલી પ્રતિમામાં સાત વ્યસનના ત્યાગમાં આવી ગયો છે, અહીં તો અતિ તીવ્ર કામવાસનાનો પણ ત્યાગ છે, તેથી અતિચાર રહિત વ્રત પળાય છે, પોતાની સ્ત્રીમાં પણ તીવ્રપણું હોતું નથી. એ પ્રમાણે બ્રહ્મચર્યાણુવ્રતનું કથન કર્યું.
* પરવિવાહકરણ, અપરિગૃહિતઇત્વરિકાગમન, પરિગૃહિતઇત્વરિકાગમન,